Viral : ચાહકે સોનુ સૂદને ઓફર કરી ચૂલાની રોટલી ! અભિનેતાએ આપ્યો મજેદાર જવાબ

એક્ટર સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર ફેન્સ દ્વારા શેયર કરાયેલ પોસ્ટનો જવાબ આપતા પણ જોવા મળે છે. હાલના દિવસોમાં તેમનો આવો જ એક જવાબ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Viral : ચાહકે સોનુ સૂદને ઓફર કરી ચૂલાની રોટલી ! અભિનેતાએ આપ્યો મજેદાર જવાબ
Twitter post goes viral
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:35 PM

Viral: જ્યારે કોરોનાને કારણે દેશમાં લોકડાઉન (Lockdown) લાદવામાં આવ્યુ હતુ અને લોકો ઘરે જઈ શકતા ન હતા, તે સમયે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે (Sonu Sood) લોકોને સલામત રીતે ઘરે પહોંચાડવાની પહેલ કરી હતી. ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં (Corona Second Wave) મજુરોના મસીહા ગણાતા સોનુએ કોરાના દર્દીઓને દવા, ઓક્સિજન અને સારવારની મદદ કરીને હજારો લોકોના જીવ બચાવ્યા હતા.

 

લોકોને મદદ કરવાની સોનુની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. સોશિયલ મીડિયા (Social Media) દ્વારા જે પણ તેમની પાસે મદદ માંગે છે, તેઓ તેમની સંપૂર્ણ મદદ કરવા માટે તૈયારી દર્શાવે છે. તાજેતરમાં ટ્વીટર પર અભિનેતાએ એક ફેન્સને મજેદાર જવાબ આપ્યો છે.

 

આપણે બધા જાણીએ છીએ કે દાળ અને રોટલી આપણા દેશમાં ખાસ કરીને ઉત્તર ભારતના પંજાબ પ્રાંતમાં લોકોનો પ્રિય ખોરાક છે, આવી સ્થિતિમાં એક યુઝરે અભિનેતાને ટેગ કરતા પૂછ્યું, “સર જી, તમારા માટે ચૂલા પર ગરમ રોટલી બનાવવામાં આવી રહી છે.”

 

સોનુએ આપ્યો આ જવાબ…..

એક્ટરનો જવાબ થયો વાયરલ

જે બાદ એક્ટરે પોતાના ફેન્સને એવો જવાબ આપ્યો કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. સોનુ સૂદે આ પોસ્ટને ટ્વીટ કરીને લખ્યું કે, “ભાઈ, શું સાથે અથાણું અને દાળ મળી શકે ?” અભિનેતાના આ જવાબ પર યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

 

જુઓ યુઝર્સની પ્રતિક્રિયા

સોનુનો આ જવાબ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘દાળ અને અથાણું અમારા તરફથી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘સર અમારા ઘરે આવો,મક્કાઈની રોટલી અને સરસવનું શાક બધુ મળશે. આ સિવાય બીજા ઘણા યુઝર્સે પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral video : સલમાન ખાનના ફેમસ ગીત પર વૃદ્ધે લગાવ્યા ઠુમકા, લોકોએ કહ્યું- આ કાકા માટે એક લાઈક

 

આ પણ વાંચો : 26/11ના હુમલાની 13મી વરસી પર ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના રાજદ્વારીને તેડાવ્યા

Published On - 6:29 pm, Fri, 26 November 21