ટેલિવિઝનની દુનિયા પર કોરોનાનો કહેર યથાવત, આ પોપ્યુલર એક્ટ્રેસ થઈ કોરોના સંક્રમિત

|

Jan 05, 2022 | 2:44 PM

એરિકા ફર્નાન્ડિઝે સોશિયલ મીડિયા પર ફેન્સને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે અને સાથે જે લોકો તેના સંપર્કમાં આવ્યા હોય તેને ટેસ્ટ કરવા પણ અપીલ કરી છે.

ટેલિવિઝનની દુનિયા પર કોરોનાનો કહેર યથાવત, આ પોપ્યુલર એક્ટ્રેસ થઈ કોરોના સંક્રમિત
Erica fernandes infected from covid 19

Follow us on

Mumbai : સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર (Maharashtra) અને દિલ્હી (Delhi) છે. ઘણા ફિલ્મ અને ટીવી સ્ટાર્સ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે,ત્યારે હવે એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિસ (Erica Fernandes) પણ કોરોનાની ઝપેટમાં આવી છે. એરિકાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી આપી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેની માતા પણ કોરોના સંક્રમિત થઈ છે. એટલું જ નહીં, એરિકાએ લોકોને હળવા લક્ષણો (Corona Symptoms )દેખાય કે તરત જ તેમનો કોવિડ-19 ટેસ્ટ કરાવવા પણ વિનંતી કરી છે.

એક્ટ્રેસ એરિકા થઈ કોરોના સંક્રમિત

‘કસોટી જીંદગી કી ‘સિરીયલ સીઝન 2 ની એક્ટ્રેસ એરિકાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, જ્યારે કોવિડ કેસ (Corona Case) ફરી વધવા લાગ્યા ત્યારે હું ખૂબ જ ડરી ગઈ હતી, સાથે જ એ પણ જાણતી હતી કે વહેલા કે પછી આપણામાંથી મોટાભાગના લોકોને આ વાયરસથી સંક્રમિત થશે. કમનસીબે હવે હું અને મારી માતા સંક્રમિત થયા છીએ. હું દરેકને એક સલાહ આપવા માંગુ છું કે કોવિસેલ્ફ કીટ પર આધાર રાખશો નહીં, કારણ કે તે બિલકુલ ભરોસાપાત્ર નથી.

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે

લેબમાં ટેસ્ટ કરાવવાની આપી સલાહ

એક્ટ્રસે વધુમાં જણાવ્યું કે તેને થોડા દિવસો પહેલા ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી જેવા હળવા લક્ષણો હતા. તેથી તેની માતા અને તેણે કોવિસેલ્ફ કીટ દ્વારા ઘરે ઘણી વખત તેનો ટેસ્ટ (Corona Test) કરાવ્યો હતો, જેનો રિપોર્ટ દરેક વખતે નેગેટિવ આવ્યો હતો, પરંતુ તે હજુ પણ અસ્વસ્થ અનુભવી રહી હતી. બાદમાં તેણે લેબમાં તેનો ટેસ્ટ કરાવ્યો, જેમાં તેનો અને તેની માતાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલમાં એરિકા અને તેની માતા હોમ આઈસોલેટ થયા છે.

એરિકાએ વધુમાં કહ્યુ છે કે તેને લેરીન્જાઇટિસ છે, તેથી તેણે વિચાર્યું કે ઉધરસ અને ગળામાં દુખાવોનું કારણ એક જ છે. આ પછી ગળામાં દુ:ખાવો એટલો વધી ગયો કે જાણે કોઈ કાગળ ગળામાં ફસાઈ ગયો હોય. આ પછી જ તેને લાગ્યું કે તેણે તેની લેબમાંથી કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ અને પછી તેણે ટેસ્ટ કરાવ્યો. જેમાં તેનો અને તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

 

આ પણ વાંચો : સિનેમા પર કોરોનાનુ ગ્રહણ : વધુ એક મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટ થઈ પોસ્ટપોન