દેશના સૌથી મોટા ખંડણી કેસમાં (Extortion Case) તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrashekhar) તેની પત્ની લીના મારિયા પોલને (Leena Maria Paul) બોલીવુડમાં પ્રવેશ અપાવવા માટે ઘણા પૈસા ખર્ચ્યા હતા. 200 કરોડ રૂપિયાના ખંડણી કેસના માસ્ટરમાઇન્ડ સુકેશે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) એક મોંઘી કાર ભેટમાં આપી હતી. અહેવાલ અનુસાર, જેકલીનની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના અધિકારીઓએ ગઇકાલે એટલે કે બુધવારે આ ખુલાસો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે ગઈ કાલે જેકલીન સાથે ED એ લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. બુધવારે જેકલીન ઇડી દ્વારા મોકલવામાં આવેલા ત્રણ સમન્સની અવગણના કર્યા બાદ આ કેસમાં ઇડીની પૂછપરછમાં જોડાઇ હતી. ઇડી દ્વારા જેકલીનની બીજી વખત પૂછપરછ કરવામાં આવી છે. જેકલીન ઉપરાંત અભિનેત્રી નોરા ફતેહીની પણ આ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સુકેશે જેક્લીનને જ નહીં, નોરા ફતેહીને પણ એક મોંઘી કાર ભેટમાં આપી હતી.
રિપોર્ટમાં ઇડીના જણાવ્યા અનુસાર 200 કરોડની ખંડણીના કેસમાં સુકેશે જેકલીન અને નોરા ઉપરાંત ફિલ્મ ડિરેક્ટર સાજિદ નડિયાદવાલાને મોટી રકમનું વચન આપ્યું હતું. સુકેશે અભિનેત્રીઓને ખંડણીના નાણાંનો ઉપયોગ કરીને આ વૈભવી વાહનો પણ ભેટમાં આપ્યા હતા.
વધુમાં, સુકેશ ચંદ્રશેખર તેની પત્ની અને મલયાલમ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી લીના મારિયા પોલને બોલીવુડ ફિલ્મમાં લોન્ચ કરવા માંગતા હતા. ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં લીનાએ એક પાત્ર ભજવ્યું હતું જેના માટે તેના પતિ સુકેશે મોટી રકમ ચૂકવી હતી. તેની પત્નીને બોલીવુડમાં લાવવા માટે સુકેશે ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકો સાથે પણ વાત કરી હતી અને પૈસા અંગે કોઈ ટેન્શન ન લેવાનું કહ્યું હતું.
તમને જણાવી દઈએ કે ED એ પહેલા પણ જેકલીન સાથે પૂછપરછ કરી છે. તે પૂછપરછમાં જેકલીને પોતાને આ કેસમાં પીડિત ગણાવી હતી. જોકે, ઇડી અભિનેત્રી અને સુકેશ વચ્ચેના જોડાણની તપાસ કરી રહી છે. ઇડીએ હજુ સુધી જેકલીનને આ મામલે ક્લીન ચિટ આપી નથી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –