aryan khan : આર્યન ખાનને પિતા શાહરુખ અને માતા ગૌરીની યાદ આવી, જેલમાંથી વીડિયો કોલ કરી ખૂબ રડ્યો

|

Oct 15, 2021 | 1:56 PM

ગુરુવારે આર્યન ખાનના વકીલ અને એનસીબીના વકીલે તેમના વતી ઘણી દલીલો આપી હતી. હવે જોવાનું એ રહેશે કે, 20 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટ શું નિર્ણય કરે છે?

aryan khan : આર્યન ખાનને પિતા શાહરુખ અને માતા ગૌરીની યાદ આવી, જેલમાંથી વીડિયો કોલ કરી ખૂબ રડ્યો
શાહરૂખ અને ગૌરી સાથે આર્યન ખાન (ફાઈલ ફોટો)

Follow us on

aryan khan : ગુરુવારે શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan) માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયો જ્યારે કોર્ટે ડ્રગ્સ કેસ (Drugs Case) માં ધરપકડ કરાયેલા પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી પર 20 ઓક્ટોબર સુધી અનામત રાખ્યો છે.

દરમિયાન, એવા સમાચાર છે કે આર્યન (aryan khan)ખાન તેના માતાપિતાને ખૂબ જ યાદ કરી રહ્યો છે, જેના કારણે શાહરૂખ અને ગૌરીનો જેલ સત્તાવાળાઓ દ્વારા તેમના વીડિયો કોલ દ્વારા વાતચીત કરાવવામાં આવી હતી.

એક સમાચાર મુજબ આર્યન ખાને તેના પિતા શાહરુખ ખાન (Shah Rukh Khan) અને માતા ગૌરી ખાન સાથે વીડિયો કોલ પર લગભગ 10 મિનિટ સુધી વાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ,જ્યારે આર્યન તેના માતા -પિતા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તે ખૂબ જ રડવા લાગ્યો હતો. ગૌરી ખાન (Gauri Khan) તેના દીકરાને આ રીતે રડતા જોઈને રોકી ન શકી અને આર્યનને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આર્યને શા માટે શાહરુખ અને ગૌરી સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી?

તમને જણાવી દઈએ કે આર્યન ખાન આર્થર રોડ જેલ (Arthur Road Prison)માં બંધ છે. કોરોના વાયરસની સ્થિતિને જોતા જેલ પ્રશાસને કેદીઓની તેમના પરિવારો સાથે મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ કેદી તેના પરિવાર સાથે વાત કરવા ઈચ્છે છે, તો જેલ પ્રશાસને તેના માટે વીડિયો કોલ (Video call)ની વ્યવસ્થા કરી છે. આ કારણે ગૌરી અને શાહરુખ જેલમાં જઈને પુત્રને પણ મળી શકતા નથી અને તેથી તેમને આર્યન સાથે વીડિયો કોલ દ્વારા જ વાત કરવી પડી હતી.

આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau )ની ટીમે મુંબઈમાં ક્રૂઝ પરથી ધરપકડ કરી હતી. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં ક્રુઝ પર કરાયેલા દરોડામાં આર્યન સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં આર્યનના મિત્ર અરબાઝ મર્ચન્ટ (Arbaaz Merchant)નો પણ સમાવેશ થાય છે. NCB દાવો કરે છે કે અરબાઝ અને આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ કનેક્શન ધરાવે છે. એનસીબીએ વોટ્સએપ ચેટને ટાંકીને આ દાવો કર્યો છે.

તે જ સમયે, આર્યનની ધરપકડ થઈ ત્યારથી, આર્યન અને શાહરુખને બોલીવુડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry)તરફથી ઘણો ટેકો મળી રહ્યો છે. ઘણા સ્ટાર્સે એનસીબીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા અને આર્યન ખાનની ધરપકડને અયોગ્ય ગણાવી હતી. અત્યારે આ કેસનો સમગ્ર મામલો મુંબઈ સેશન્સ કોર્ટ (Mumbai Sessions Court)ના નિર્ણય પર ટકેલો છે. ગુરુવારે આર્યન ખાનના વકીલ અને NCBના વકીલે તેમના વતી ઘણી દલીલો આપી હતી. હવે જોવાનું એ રહેશે કે, 20 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટ શું નિર્ણય કરે છે?

આ પણ વાંચો : jammu kashmir : LG એ કહ્યું, ‘દરેક મોતનો બદલો લેવામાં આવશે’, જમ્મુ -કાશ્મીરમાં સેના આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે

Next Article