કંગના રનૌત (Kangana Ranaut) જેને બોલિવૂડની (Bollywood) ક્વીન કહેવામાં આવે છે, તે તેના ફેન્સના દિલોમાં પણ ક્વીન બનીને રહે છે. નેશનલ અવોર્ડ વિનર કંગનાએ તેની દરેક ફિલ્મોથી ચાહકોમાં ઊંડી છાપ છોડી છે. આવી સ્થિતિમાં હવે ફરી એકવાર કંગના તેના ફેન્સને દિવાના બનાવવા માટે તૈયાર છે. કંગનાની ફિલ્મ થલાઇવી 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.
આવી સ્થિતિમાં તેની ફિલ્મ થલાઇવીની રિલીઝના પહેલા, કંગના રનૌતે એક પ્રેસ કોન્ફરન્સ માટે દિલ્હીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, અભિનેત્રી કેટલાક રાજકારણીઓને પણ મળી છે, જેમના સાથેના ફોટા સાથે તે હવે છવાયેલી છે.
અભિનેત્રીએ રાજકારણ પર કરી વાત
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે રાજકારણમાં (Kangana Ranaut Politics) આવવાનું વિચારી રહી છે, તો કંગનાએ કહ્યું, “હું હંમેશા દેશ માટે બોલું છું, તેથી લોકોને વારંવાર લાગે છે કે હું રાજકારણ માટે બોલું છું. કદાચ એક જ વાત છે, પણ મારા માટે એક નથી. કારણ કે હું રાજકારણી નથી, હું એક જવાબદાર નાગરિક તરીકે બોલું છું. લોકોના ટેકાના કારણે હું જ્યાં પણ પહોંચી છું, ત્યારે હું લોકો અને દેશ માટે બોલું છું.”
એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે મારે રાજકારણમાં જોડાવું છે કે નહીં, તે મારો નિર્ણય નહીં હોય. લોકોના સમર્થન વગર તમે પંચાયતની ચૂંટણી પણ જીતી શકતા નથી. અત્યારે મને લાગે છે કે હું એક અભિનેત્રી તરીકે સારી છું અને હું ખૂબ ખુશ છું. પણ હા જો કાલે લોકો મને રાજકારણી તરીકે જોવા માંગતા હશે અને જો હું લોકો દ્વારા ચૂંટવામાં આવે છે તો મને ચોક્કસ ગમશે.
કંગનાએ ફિલ્મ વિશે વાત કરી
આવી પરિસ્થિતિમાં લોકોને ફિલ્મનું સમર્થન કરવાનું કહેતા અભિનેત્રીએ કહ્યું કે, જેણે પણ થલાઇવીનું (Thalaivi) ટ્રેલર જોયું છે, તેણે અભિનેતામાંથી રાજકારણી બનેલી જે જયલલિતાની ભૂમિકામાં તેના ખૂબ વખાણ કર્યા છે. અભિનેત્રીએ કહ્યું છે કે તમિલનાડુના લોકો પણ હવે કહી રહ્યા છે કે મારાથી વધુ સારી રીતે અમ્માની ભૂમિકા અન્ય કોઈ ભજવી શકે તેમ નથી અને આ મારા માટે મોટી સિદ્ધિ છે.
અભિનેત્રીએ વધુમાં કહ્યું છે કે શરૂઆતમાં જ્યારે મારી આ ભૂમિકા કરવા માટે ટીકા કરવામાં આવી હતી, ત્યારે મને આશ્ચર્ય થયું કે શું હું કોઈ ભૂલ કરી રહી છું? કંગનાએ કહ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને કેટલાક મોટા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એક અભિનેત્રી તરીકે તેણે બધું હેન્ડલ કર્યું.
કંગનાએ જણાવ્યું કે ‘આ ફિલ્મ જયા માના જીવનના 16 વર્ષથી 42 વર્ષ રજૂ કરે છે. જ્યારે લગભગ દોઢ વર્ષમાં અમે આ ફિલ્મનું શૂટિંગ કર્યું તે દરમિયાન મેં 20 કિલો વજન વધાર્યું હતું. અભિનેત્રીએ આગળ જણાવ્યું છે કે મારું કોલેસ્ટ્રોલ લેવલ ઘણું ઊંચું હતું અને તે વજન સાથે ડાન્સ કરવાથી મને પીઠ અને ઘૂંટણમાં દુખાવો થયો હતો.
આ પણ વાંચો: ખુલાસો: કેમ થયા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’ માંથી બહાર?
આ પણ વાંચો: Antim: ફિલ્મનું પહેલું ગીત ‘વિઘ્નહર્તા’ થયું રિલીઝ, ગણપતિની ધૂન પર નાચવા માટે આવ્યા સલમાન, આપુષ સાથે વરુણ