‘તારક મહેતા’ ના ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં જોવા મળે દિશા વાકાણી

હે માં, માતાજી! તારક મહેતામાંથી દયાબેન આઉટ ? હવે નહીં દેખાય દીશા વાકાણી ? ‘દયા’ વિનાનું ‘ગોકુળધામ‘ ? ગરબા રાસની રાણી, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિશા વાકાણી હવે સીરિયલમાં નહીં દેખાય. એવો અમારો નહીં, ઘણી ઘણી વેબસાઈટ્સનો દાવો છે. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શોમાંથી આઉટ થવાનો નિર્ણય લઈ લીધો છે અને કોન્ટ્રાક્ટ પૂરો કરવાની માંગ કરી […]

તારક મહેતા ના ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં જોવા મળે દિશા વાકાણી
Disha Vakani quits taarak mehta
| Edited By: | Updated on: Jan 23, 2019 | 2:33 PM

હે માં, માતાજી!

તારક મહેતામાંથી દયાબેન આઉટ હવે નહીં દેખાય દીશા વાકાણી ? ‘દયા વિનાનું ગોકુળધામ‘ ?

ગરબા રાસની રાણી, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિશા વાકાણી હવે સીરિયલમાં નહીં દેખાય. એવો અમારો નહીં, ઘણી ઘણી વેબસાઈટ્સનો દાવો છે. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શોમાંથી આઉટ થવાનો નિર્ણય લઈ લીધો છે અને કોન્ટ્રાક્ટ પૂરો કરવાની માંગ કરી છે. જેને લઈને સીરિયલના કલાકારોથી માંડીને દર્શકોમાં મચી ગઈ છે સનસની.

ગોકુળધામના લોકો જ નહીં, દર્શકો પણ ઘણા લાંબા સમયથી રાહ જોતા હતા કે દયાબેન ક્યારે પાછા આવશે અને ફરી એકવાર એ હાલો… કહીને રાસની રમઝટ બોલાવશે પણ એવું કહેવાઈ રહ્યું છે કે ગરબા રાસની આ રાણી, દિશા વાકાણી થઈ ગયા છે સીરિયલમાંથી બહાર.

જી હાં, સોશલ મિડિયામાં ચારે તરફ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને સમચાર છે કે દયા બેન ઉર્ફ સૌના લાડકા દિશા વાકાણી હવે સીરિયલમાં પાછા નહીં આવે. તેના એક નહીં, ઘણા કારણો ચર્ચાઈ રહ્યા છે.

TV9 Gujarati

 

પહેલું કારણ તેમના બાળકનો ઉછેર

30 નવેમ્બર 2017માં તેમણે દિકરીને જન્મ આપ્યો

એક વર્ષ કરતાં વધુ સમયથી તેઓ રજા પર હતા

જુલાઈ મહિનામાં તેમનું સીરિયલમાં કમબેક હતું

હાલ દિશા દિકરીના ઉછેર પર ધ્યાન આપવા માગે છે

બીજું કારણ સીરિયલમાં ફીસ વધારાનું

દિશાએ કમ બૈક માટે વધારે ફીની માંગ કરી

સાથે કામ કરવાને લઈને અમુક શરતો રાખી જે સીરિયલના સંચાલકોએ નામંજૂર રાખી 

એટલું જ નહીં, એક વેબસાઈટે તો દિશા વાકાણીના પતિ મયુર પાટીયાના નામે એવું પણ પ્રકાશિત કર્યું છે કે હાલ દિશા માટે સીરિયલ કરતાં બાળક પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. ટીવી નાઈને સીરિયલના તમામ કલાકારોનો સંપર્ક કર્યો, પરંતુ અમુકે આ સમાચારને અફવા જણાવી તો અમુકે નો કમેંટ કહીને ચૂપ રહેવાનું કર્યું પસંદ.

[yop_poll id=764]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]