Dilip Kumar ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, શ્વાસની તકલીફ પછી કરવામાં આવ્યા હતા દાખલ

|

Jun 11, 2021 | 2:07 PM

98 વર્ષીય દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે રવિવાર ( 6 જૂન ) ના રોજ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમાર કાર્ડિયોલોજિસ્ટ ડો.નિતીન ગોખલે અને પલ્મોનોલોજિસ્ટ ડો.જલીલ પારકરની દેખરેખ હેઠળ હતા.

Dilip Kumar ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, શ્વાસની તકલીફ પછી કરવામાં આવ્યા હતા દાખલ
Dilip Kumar

Follow us on

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar) ના સ્વાસ્થ્યના કારણોસર મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર બાદ તેમને આજે રજા આપવામાં આવી છે. 98 વર્ષીય દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે રવિવાર (6 જૂન) ના રોજ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અભિનેતા હોસ્પિટલમાં ગયા ત્યારથી જ તેમના ચાહકો સતત તેમની સારી તંદુરસ્તી માટે પ્રાર્થના કરતા હતા. અગાઉ એવા સમાચાર હતા કે ગુરુવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, પરંતુ આવું સંભવ બની શક્યુ નહી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલીપ કુમારે બુધવારે સફળ પ્લ્યૂરલ એસપિરેશન પ્રોસિડ્યુર (Plural aspiration procedure) માંથી પસાર થવું પડ્યું હતું, જેના પછી તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો હતો.

 

 

દિલીપકુમાર કાર્ડિયોલોજિસ્ટ ડો.નિતીન ગોખલે અને પલ્મોનોલોજિસ્ટ ડો.જલીલ પારકરની દેખરેખ હેઠળ હતા. સોમવારે હોસ્પિટલમાંથી તેમની એક તસ્વીર સાયરા બાનો સાથે સામે આવી હતી, જેમાં દિલીપ સાહેબ ખૂબ કમજોર દેખાઈ રહ્યા હતા, જેના પછી તેમના ચાહકો ચિંતા કરવા લાગ્યા હતા.

આ અગાઉ તાજેતરમાં દિલીપકુમારના કૌટુંબિક મિત્ર ફૈઝલ ફારૂકીએ તેમના સ્વાસ્થ્ય વિશે એક અપડેટ આપ્યું છે. ફૈઝલે દિલીપકુમારના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ પોસ્ટ શેર કરી અને લખ્યું કે, “તમારી પ્રાર્થનાઓ બદલ આભાર. દિલીપ સાહેબ પર એક સફળ પ્લ્યુરલ એસપિરેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. મેં વ્યક્તિગત રીતે ડૉ. જલીલ પારકર અને ડૉ. નીતિન ગોખલે સાથે વાત કરી હતી. અપેક્ષા છે કે તેઓને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ”

હોસ્પિટલમાં દાખલ થયા બાદ દિલીપકુમારના મોત થયાના સમાચાર પણ હતા, જેને સાયરા બાનુ (Saira Banu) એ ખોટુ ગણાવ્યું હતું અને ટ્વિટ કર્યું હતું. દિલીપકુમારના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘ કોઈ પણ પ્રકારના વોટ્સએપ પર વિશ્વાસ ન કરો. સાહેબ એકદમ સ્થિર છે. તમારા દિલોથી નિકળેલી પ્રાર્થના માટે આભાર. ડોકટરોના જણાવ્યા મુજબ તેમને 2-3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અને તેમનું પહેલું નામ યુસુફ ખાન હતું.

 

આ પણ વાંચો :- Look A Like: Madhubalaની હમશક્લને જોઈને તમે પણ પડી જશો ભ્રમમાં, ‘પવિત્ર રિશ્તા’માં મળી હતી જોવા

આ પણ વાંચો :- વિક્રાંત માસેએ ‘રાધે માં’ સાથે કરી Yami Gautamની તુલના, કંગના રનૌતે કહ્યું ‘લાવો મારી ચપ્પલ’

Next Article