શું સબા આઝાદ અને રિતિક રોશને તેમની રિલેશનશિપ ઓફિશિયલ કરી ? જુઓ Photos

|

Mar 27, 2022 | 6:48 PM

બોલીવુડના લેટેસ્ટ સ્ટાર કપલમાં જોઈએ તો અત્યારે લોકો હ્રતિક રોશન અને અભિનેત્રી અને સંગીતકાર સબા આઝાદની રિલેશનશિપના અપડેસ્ટ્સ જાણવા માટે ઉત્સુક છે. તેમના પરિવારજનોએ પણ બંનેના સંબંધોને લઈને હકારાત્મક અભિપ્રાયો આપ્યા છે.

શું સબા આઝાદ અને રિતિક રોશને તેમની રિલેશનશિપ ઓફિશિયલ કરી ? જુઓ Photos
Saba Azad & Hrithik Roshan (File Photo)

Follow us on

બોલીવુડમાં સ્ટાર્સની રિલેશનશિપ એ એક એવી બાબત છે કે જેને જાણવામાં લોકોને સૌથી વધુ દિલચસ્પી હોય છે. છેલ્લા અમુક મહિનામાં આપણે જોઈએ તો, ન્યુ કપલ રિતિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદની (Saba Azad) ઠેર- ઠેર ચર્ચા થઇ રહી છે. આજે સવારે (27/03/2022) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સબા આઝાદે જે પોસ્ટ કરી છે, તેને જોતા લોકો માની રહ્યા છે કે આ સ્ટાર કપલે તેમની રિલેશનશિપને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ બનાવી છે. અમે તમને જણાવી દઈએ કે, આ સ્ટાર કપલે હજુ સુધી તેમના સંબંધો વિશે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

Saba Azad & Hrithik Roshan Instagram Storiesઅમે તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં આ બંનેની ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી, જ્યારે તેઓ એકસાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. સબાને હૃતિકના પરિવાર સાથે સમય વિતાવતા અને તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન સાથે બોન્ડિંગ મોમેન્ટ પણ બનાવતા જોવા મળી હતી. તેમના ફેન્સ એવું દ્રઢપણે માની રહ્યા છે કે આ સ્ટાર કપલ બહુ જલ્દી લગ્ન કરવાના છે. જો કે, રિતિક કે સબાએ આ અંગે મૌન જ સેવ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અભિનેત્રી-ગાયક સબાએ આજે તેણીના ઇન્સ્ટગ્રામ પર એક કોન્સર્ટનો એક વિડિયો શેર કર્યો હતો જેમાં તેણી તેના મ્યુઝિકલ પાર્ટનર અને હાલના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ઈમાદ શાહ સાથે હતી. સબાએ તેઓ જે સ્થળ પર ઇવેન્ટ કરી રહ્યા હતા, તેની ઝલક આપી અને ચાહકોને હાજરી આપવા આમંત્રણ આપ્યું. સબાએ તેની આ પોસ્ટમાં લખ્યું કે, ”આવો તમે પણ અમારી સાથે ડાન્સ કરો.”

Saba Azad & Hrithik Roshan Instagram Stories

હૃતિકે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ વિડિયો શેર કર્યો અને સબાને ટેગ કરતા લખ્યું કે, “તમે અત્યંત અદ્ભુત છો, કાશ હું  પણ ત્યાં હોત.’ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વિડિયો રીપોસ્ટ કરતાં, સબાએ જવાબ આપ્યો કે, “કાશ તમે પણ અહીં હોત”. આ સ્ટોરીનું આદાન- પ્રદાન જોયા પછી લોકો માની રહ્યા છે કે તે બંનેએ પોતાની રિલેશનશિપને હવે ઓફિશિયલ બનાવી છે. અમે તમને જણાવી દઈએ કે રિતિકના પરિવારજનોએ સબા અને રિતિકના સંબંધો પર તેમની મંજૂરીની મહોર લગાવી દીધી છે.

Saba Azad & Hrithik Roshan First Public Appereanceઅત્રે ઉલ્લેખનીય છે કે, હ્રતિકના એક નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, “હૃતિકનો પરિવાર સબાને સારી રીતે ઓળખવા માંગે છે. હૃતિકની જેમ જ તેઓ પણ સબાના સંગીતના ખૂબ જ શોખીન છે. સબા ઘણીવાર માત્ર પ્રતિભાવ મેળવવા માટે સુઝેન સાથે લખેલી નાની નાની બાબતો શેર કરે છે. હૃતિકના બાળકો, રેહાન અને હૃતિક પણ, સબાની સાથે વેકેશન પર જઈ રહ્યા છે. રિતિકની મમ્મી અને બહેન પણ સબાને ખૂબ પસંદ કરે છે. હૃતિકની કઝીન સિસ્ટર પણ સોશિયલ મીડિયા પર સબાની પોસ્ટ્સ લાઈક કરતી રહે છે.”

આ પણ વાંચો – ‘દયાભાભી’ની નવી નેટવર્થ સાંભળીને લાગી શકે છે આંચકો – જાણો અહીયા

Next Article