Dia Mirzaએ આર માધવનના પુત્ર વેદાંતને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન

|

Oct 29, 2021 | 1:06 AM

દિયા મિર્ઝા (Dia Mirza) એ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આર માધવન (R Madhavan) અને તેના પુત્ર વેદાંતની તસ્વીર સાથે સમાચાર પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે વેદાંત માધવન અભિનંદન.

Dia Mirzaએ આર માધવનના પુત્ર વેદાંતને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન
Dia Mirza, R Madhavan, Vedaant Madhavan

Follow us on

વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’ એ દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. તે ફિલ્મમાં દિયા મિર્ઝા અને આર માધવનની જોડી દરેક યુવા સિનેમેટોગ્રાફરની પસંદગી બની ગઈ હતી. દિયા મિર્ઝા (Dia Mirza)એ તેના કો-સ્ટાર આર માધવન (R Madhavan)ના પુત્રને સ્વિમિંગ સ્પર્ધામાં 7 મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

દિયા મિર્ઝાએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આર માધવન અને તેના પુત્ર વેદાંતની તસ્વીર સાથે સમાચાર પોસ્ટ કરીને તેને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે વેદાંત માધવનને અભિનંદન. આ સાથે દિયાએ આર માધવનને પણ ટેગ કર્યા છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

 

મ્યૂઝિક કંપોઝર ગિબ્રાને અભિનંદન પાઠવ્યા હતા

આર માધવનના પુત્ર વેદાંતે 47મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ 2021 (47th Junior National Aquatic Championships 2021)માં 7 મેડલ જીત્યા છે. મ્યુઝિક કંપોઝર ગિબ્રાને ટ્વિટર પર એક તસ્વીર પોસ્ટ કરીને આર માધવન અને તેમના પુત્રને અભિનંદન પાઠવ્યા હતા.

 

તેમણે ટ્વીટમાં લખ્યું કે આ વાક્ય કેટલું સાચું છે – જેવા પિતા તેવો પુત્ર! જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીતવા બદલ વેદાંત માધવનને અભિનંદન. આર માધવન તમને પણ અભિનંદન. આ ટ્વીટને રીટ્વીટ કરતા અભિનેતા આર માધવને લખ્યું કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, આ બધું ભગવાનની કૃપા છે.

 

ઓગસ્ટમાં પુત્રનો 16મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો

ઓગસ્ટમાં માધવને તેમના પુત્રનો 16મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે તેમના પુત્ર સાથેની એક તસ્વીર પણ શેર કરી અને લખ્યું, “મને દરેક તે બાબત પાછળ છોડી દેજે જેમાં હું લગભગ સારો છું અને હવે મને ઈર્ષ્યા થાય છે. મારું દિલ ગર્વથી ફૂલી જાય છે. મારા દીકરા તારી પાસેથી મારે ઘણું શીખવાનું છે. તારી યુવાવસ્થાની નજીક પહોંચવા માટે તને 16મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તમે આ વિશ્વને વધુ સારું બનાવશો જેવી રીતે મેં તમને આપ્યું હતું . હું એક બ્લેસ્ડ પિતા છું.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વેદાંતે સ્વિમ મીટમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે બેંગ્લોરમાં યોજાયેલી ઈવેન્ટમાં 800 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ, 1500 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ, 4×100 મીટર ફ્રીસ્ટાઈલ રિલે અને 4×200 મીટર ફ્રીસ્ટાઈલ રિલે ઈવેન્ટ્સની કેટેગરીમાં ચાર સિલ્વર મેડલ જીત્યા. આ ઉપરાંત તેણે 100 મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ, 200 મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ અને 400 મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

 

 

આ પણ વાંચો :- Honsla Rakh: Diljit Dosanjh, શહનાઝ ગિલ અને સોનમ બાજવાની ફિલ્મની કમાલ, 11 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

 

આ પણ વાંચો :- Nia Sharmaએ શેર કરી એવી હોટ ફોટોઝ, જોઈને નજર હટાવી થઈ જશે મુશ્કેલ

Published On - 11:49 pm, Thu, 28 October 21

Next Article