Viral Video : ઢિંચાક પૂજાએ ‘દિલ કા શૂટર …’ ગીતનું નવું વર્ઝન બનાવ્યુ, આ વર્ઝન સાંભળીને યુઝર્સ હસીને લોટ પોટ થઈ ગયા

ઢિંચાક પૂજા ફરી એક વખત સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. તેણે તેના ચાહકો માટે 'દિલ કા શૂટર ...' ગીતનું નવું વર્ઝન બનાવ્યુ છે.આ વર્ઝન સાંભળીને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

Viral Video : ઢિંચાક પૂજાએ દિલ કા શૂટર ... ગીતનું નવું વર્ઝન બનાવ્યુ, આ વર્ઝન સાંભળીને યુઝર્સ હસીને લોટ પોટ થઈ ગયા
Dhinchak Pooja (File Photo)
| Edited By: | Updated on: Oct 20, 2021 | 3:11 PM

Viral Video : ઢિંચાક પુજાનું તમે નામ તો સાંભળ્યું જ હશે…. હા, તમે એકદમ સાચા છો. આ એ જ ગાયક છે, જે તેના વિચિત્ર ગીતો માટે ઇન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે, ઢિંચાક પૂજા ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે તે તેના ડાય હાર્ડ ચાહકો માટે ‘દિલો કા શૂટર 2.0’ ગીતનું નવું વર્ઝન લાવી છે. પરંતુ યુઝર્સ આ સોંગની(Song)  ખુબ મજાક ઉડાવી રહ્યા છે.

દિલો કા શૂટર 2.0 માં ઢિંચાક પૂજાનો અનોખો અંદાજ

દિલો કા શૂટર 2.0 માં ઢિંચાક પૂજાનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. આ વખતે તેમની ગાયકીમાં થોડો વિરામ જોવા મળી રહ્યો છે. સાથે તેણે મ્યુઝિક પર પણ કામ કરેલુ જોવા મળી રહ્યુ છે.જુઓ ઢિંચાકનું સોંગ

જુઓ વીડિયો

 

યુઝર્સ ઢિંચાક પુજાના આ નવા વર્ઝનની (New Version) ખુબ મજાક ઉડાવી રહ્યા છે,જેમાં એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે,બહેન તુ ન હોત તો આ દેશમાં લોકશાહીની હત્યા થઈ ગઈ હોત…જ્યારે અન્ય યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપતા લખ્યુ કે,બહેન તે પહેલુ વર્ઝન દિલથી ગાયુ હતુ.

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

લોકો ઢિંચાકની ફેસબુક પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સ તો આ પણ લખ્યું છે, બહેન હવે બસ કરો, જનતા આમ પણ કોરોનાથી પરેશાન છે. લોકો પાસે બીજો રોગ સહન કરવાની તાકાત નથી.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : મુખ્યપ્રધાનનું રોકિંગ પર્ફોમન્સ ! આ મુખ્યપ્રધાનનો ‘રોકસ્ટાર’ અંદાજ જોઈને તમે પણ દંગ રહી જશો

આ પણ વાંચો : Viral Video : અનોખી રીતે રિંછે ખાધુ કોળુ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Published On - 3:09 pm, Wed, 20 October 21