કેવી રીતે ધરમ પાજી એ સમયે લાગતા હતા ફિટ? The Kapil Sharma Show માં અભિનેતાએ જાહેર કર્યું રહસ્ય

|

Aug 26, 2021 | 8:39 AM

અભિનેતા ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હા આ અઠવાડિયે ધ કપિલ શર્મા શોમાં આવવાના છે. જે કપિલ સાથે ખૂબ મસ્તી કરશે અને જૂની વાતો કહેશે. આ દરમિયાન ધર્મેન્દ્રએ તેમનો ફિટનેસ મંત્ર જણાવ્યો.

કેવી રીતે ધરમ પાજી એ સમયે લાગતા હતા ફિટ? The Kapil Sharma Show માં અભિનેતાએ જાહેર કર્યું રહસ્ય
Dharmendra reveals his fitness mantra in The kapil sharma show

Follow us on

કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) તેના શોની ત્રીજી સીઝન સાથે પરત ફર્યો છે. આ વખતે તેનો શો એક નવી સ્ટાઇલ સાથે આવ્યો છે, જેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) અને શત્રુઘ્ન સિંહા (Shatrughan Sinha) આ સપ્તાહના અંતમાં ધ કપિલ શર્મા શોમાં (The Kapil Sharma Show) તેમની મિત્રતાની ઉજવણી કરવા આવવાના છે. શો ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા કપિલ સાથે ઘણી વાતો કરતા જોવા મળશે. આ સાથે, કેટલીક જૂની વાર્તાઓ કહેવા જઈ રહ્યા છે.

કપિલ શર્મા એક સેગમેન્ટમાં ધર્મેન્દ્રની કેટલીક જૂની તસવીરો બતાવશે જેમાં તેમનું બોડી સ્પષ્ટ દેખાય છે. ત્યારે શોના જજ અર્ચના પૂરન સિંહે ધર્મેન્દ્રને પ્રશ્ન પૂછે છે કે આજના કલાકારો આવી બોડી મેળવવા માટે તાલીમ લે છે. આ બોડી પાછળનું તમારું રહસ્ય શું હતું?

ધર્મેન્દ્રએ પોતાનો ફિટનેસ મંત્ર કહ્યું

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

અર્ચના પુરણ સિંહના સવાલ બાદ ધર્મેન્દ્રએ શોમાં પોતાની ફિટનેસનું રહસ્ય જણાવ્યું હતું. તેમણે કહ્યું- જ્યારે હું નાનો હતો ત્યારે અમારી પાસે હેન્ડપંપ નહોતો, તેથી અમે ડોલમાં કૂવામાંથી પાણી લાવતા હતા. હું ઘણી બધી ડોલ ભરીને પાણી લાવતો હતો. તેમણે આગળ કહ્યું- હું કબડ્ડી પણ રમતો હતો અને મારી જાંઘ એટલી મજબૂત છે કારણ કે હું દરરોજ 25 કિલોમીટર સાયકલ ચલાવતો હતો. જેને મને ધરમ વીર ફિલ્મમાં ઘણી મદદ કરી.

ધર્મેન્દ્રની ફિટનેસ વિશે સાંભળીને શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે ધર્મેન્દ્ર સાહબ જેટલું ફિટ કોઈ નથી. લોકો તેમનો આદર કરતા હતા કારણ કે તેમણે જ એકદમ બોડી શોટ્સની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

ધરમ જી આવું જીવન જીવવા માટે આભારી માને છે. કારણ કે આવા જીવને તેમને ઘણું શીખવ્યું છે. તેમણે કહ્યું- નાના શહેર અને મધ્યમવર્ગીય પરિવાર હોવા છતાં આ વ્યવસાયમાં આવ્યા પછી મેં જીવન જીવ્યું છે. ઘણા નિર્માતાઓએ મને નકાર્યો. તે દિવસોમાં મેં વિશ્વાસ મજબૂત રાખ્યો. જેનું પરિણામ એ છે કે હું આજે અહીં છું.

ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાનો આ એપિસોડ આનંદથી ભરેલો હશે. જ્યાં કપિલ શર્માની આખી ટીમ બંને દિગ્ગજ કલાકારો સાથે ખૂબ મસ્તી કરવા જઇ રહી છે. જાહેર છે કે પ્રથમ 2 એપિસોડ જેમાં અક્ષય કુમાર અને અજય દેવગણ આવ્યા હતા તેમાં પણ દર્શકોને ખુબ મજા પડી હતી.

 

આ પણ વાંચો: ‘KBC 13’ માં પ્રથમ આ સ્પર્ધક બનશે કરોડપતિ! જાણો કઈ તારીખે જોવા મળશે આ ખાસ એપિસોડ

આ પણ વાંચો: નાની બાળકીના ડાન્સથી પ્રભાવિત થયા Kartik Aryan, પોતે શેર કર્યો વીડિયો, તમે પણ જુઓ VIDEO

Next Article