Dhanush Aishwarya Divorce : જ્યારે ધનુષે ઐશ્વર્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો, સૌંદર્યાએ તેની બહેનને આ રીતે સપોર્ટ કર્યો

|

Jan 18, 2022 | 11:44 AM

સાઉથના સુપરસ્ટાર ધનુષે (Dhanush) પત્ની ઐશ્વર્યા(Aishwarya)થી છૂટાછેડાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. આ અંગેની જાણકારી કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે.

Dhanush Aishwarya Divorce : જ્યારે ધનુષે ઐશ્વર્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો, સૌંદર્યાએ તેની બહેનને આ રીતે સપોર્ટ કર્યો
Actor Rajnikant (File)

Follow us on

Dhanush Aishwarya Divorce : લગ્નના 18 વર્ષ બાદ ધનુષ (Dhanush) અને ઐશ્વર્યા રજનીકાંતે (Aishwarya Rajnikanth) અલગ થવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે રાત્રે એટલે કે 17 જાન્યુઆરીએ, કપલે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર નિવેદન શેર કરતા લોકોને તેમના નિર્ણયનું સન્માન કરવાની અપીલ કરી હતી. ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાના સમાચારના થોડા કલાકો બાદ રજનીકાંતની નાની પુત્રી અને ઐશ્વર્યાની બહેન સૌંદર્યા રજનીકાંતે તેના ટ્વિટર હેન્ડલનો ફોટો બદલ્યો છે. સૌંદર્યા(Soundariya Rajnikanth) એ પોતાના ટ્વિટર પર બાળપણની જૂની તસવીર શેર કરી છે. આ તસવીરમાં રજનીકાંત તેમની બે દીકરીઓ સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતાં સૌંદર્યાએ લખ્યું ‘નવી પ્રોફાઇલ તસવીર’.

ઐશ્વર્યા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી છે. ધનુષ અને ઐશ્વર્યાએ 2004માં લગ્ન કર્યા હતા. આ દંપતીને યાત્રા અને લિંગા નામના બે બાળકો છે. સોશિયલ મીડિયામાં ઘણી વખત તેમના અલગ થવાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ બંનેએ હંમેશા અફવા જેવા સવાલોને ટાળ્યા છે.

ઐશ્વર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી છે

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા ઐશ્વર્યાએ લખ્યું, “કોઈ કેપ્શનની જરૂર નથી, ફક્ત તમારો પ્રેમ અને સપોર્ટ”. ઐશ્વર્યાએ પોસ્ટમાં લખ્યું, “18 વર્ષની એકતા, મિત્રતા, કપલ બનવા, માતા-પિતા અને એકબીજાના શુભચિંતકો, અમે વૃદ્ધિ, સમજણ અને ભાગીદારી સાથે સફળ નક્કી કરી હતી. આજે આપણે ત્યાં ઉભા છીએ જ્યાં આપણા રસ્તા અલગ થઈ રહ્યા છે. ધનુષ અને મેં અલગ થવાનું નક્કી કર્યું છે. આપણે એકબીજાથી અલગ રહીને આપણી જાતને વધુ સારી રીતે જાણીશું. કૃપા કરીને અમારા નિર્ણયનો આદર કરો અને અમને અમારી ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર કરવા દો.

ધનુષ અભિનેતા હોવા ઉપરાંત દિગ્દર્શક, નિર્માતા, ગાયક, ગીતકાર અને પટકથા લેખક પણ છે. ધનુષ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ખૂબ પ્રખ્યાત છે. અભિનેતા તાજેતરમાં સારા અલી ખાન સાથે અતરંગી રેમાં જોવા મળ્યો હતો. અભિનેતા નિર્માતા કસ્તુરી રાજાનો પુત્ર છે. તેમને એક ફિલ્મફેર એવોર્ડ, 4 નેશનલ ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.

Next Article