Sonakshi Sinha Cheating Case : સોનાક્ષી સિન્હા પર નોંધાયો માનહાનિનો કેસ, છેતરપિંડીના આરોપ પછી મેનેજર માટે અપશબ્દો બોલ્યા

|

Mar 25, 2022 | 3:15 PM

સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હાલના દિવસોમાં ચર્ચામાં છે.સોનાક્ષી ફિલ્મ'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી.

Sonakshi Sinha Cheating Case : સોનાક્ષી સિન્હા પર નોંધાયો માનહાનિનો કેસ, છેતરપિંડીના આરોપ પછી મેનેજર માટે અપશબ્દો બોલ્યા
સોનાક્ષી સિન્હા પર નોંધાયો માનહાનિનો કેસ,છેતરપિંડીના આરોપ પછી, ઇવેન્ટ મેનેજર માટે અપશબ્દો બોલ્યા
Image Credit source: instagram photo

Follow us on

Sonakshi Sinha Cheating Case: સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને તેના સહયોગીઓ વિરુદ્ધ કટઘર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.  જ્યારે મીડિયામાં સોનાક્ષી અને અન્ય લોકો વિરુદ્ધ વાતો ચાલી રહી હતી ત્યારે સોનાક્ષીએ તેને નકારી કાઢ્યું હતું. સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હાલના દિવસોમાં ચર્ચામાં છે. ભૂતકાળમાં એક ઇવેન્ટ મેનેજર દ્વારા તેમની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

જો કે આ સમાચાર મીડિયામાં આવ્યા બાદ સોનાક્ષીએ તેને ખોટુ ગણાવીને નિવેદન આપ્યું હતું. પરંતુ સોનાક્ષી આમાંથી બચી શકી નથી અને હવે આ નિવેદનને કારણે તે વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. મુરાદાબાદના ઈવેન્ટ મેનેજરે (Event Manager) તેના વાંધાજનક નિવેદન બદલ સોનાક્ષી સિંહા વિરુદ્ધ ACJM-5 કોર્ટમાં અરજી આપી છે. ઈવેન્ટ મેનેજરે આરોપ લગાવ્યો છે કે, સોનાક્ષીએ તેના નિવેદનમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેનાથી તેની ઈમેજ ખરાબ થઈ છે. મેનેજરની આ ફરિયાદ નોંધાયા બાદ કોર્ટે અરજી સ્વીકારી લીધી છે અને સુનાવણી માટે 4 એપ્રિલ, 2022નો સમય આપ્યો છે.

સોનાક્ષી પર વધુ એક આરોપ હતો

હાલમાં જ મુરાદાબાદ કોર્ટે સોનાક્ષી સિંહા વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. મુરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર પ્રમોદ શર્માએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ સોનાક્ષી સિંહા તે કાર્યક્રમમાં પહોંચી ન હતી. આ પછી ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે સોનાક્ષી પાસે તેના પૈસા પાછા માંગ્યા. આ કેસમાં આરોપ છે કે સોનાક્ષી પાસે પૈસા પાછા માંગ્યા પછી પણ તેણે પૈસા આપ્યા ન હતા. આ અંગે સોનાક્ષીનો અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેને પૈસા મળ્યા ન હતા. આ પછી ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે સોનાક્ષી વિરુદ્ધ કોર્ટમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સુનાવણી માટે 4 એપ્રિલનો સમય

આ મામલે કોર્ટે સોનાક્ષી વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા વિરુદ્ધ કોર્ટ તરફથી વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. મુરાદાબાદની ACJM-4 કોર્ટે સોનાક્ષી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. સોનાક્ષી કોર્ટમાં હાજર ન થવાને કારણે આવું થયું. વર્ષ 2018માં પ્રમોદ શર્માએ મુરાદાબાદના કટઘર પોલીસ સ્ટેશનમાં સોનાક્ષી સહિત પાંચ લોકો વિરુદ્ધ 36 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. સુનાવણી માટે 4 એપ્રિલનો સમય આપવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : લદ્દાખ તણાવ અને IOC મા કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા બાદ, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી NSA અજીત ડોભાલ અને એસ જયશંકરને પણ મળ્યા

Next Article