KBC 13: દીપિકાએ અમિતાભ સામે કરી પતિની ફરિયાદ, રણવીરે ફોનમાં જે જવાબ આપ્યો તે જોઈને તમે હસી પડશો

|

Sep 07, 2021 | 8:07 AM

કૌન બનેગા કરોડપતિ 13 ના આ શાનદાર શુક્રવારના એપિસોડમાં દીપિકા પાદુકોણ અને ફરાહ ખાન આવવા જઈ રહ્યા છે. શોમાં દીપિકાએ બિગ બીને પતિ રણવીર સિંહ વિશે ફરિયાદ કરી હતી.

KBC 13: દીપિકાએ અમિતાભ સામે કરી પતિની ફરિયાદ, રણવીરે ફોનમાં જે જવાબ આપ્યો તે જોઈને તમે હસી પડશો
Deepika padukone did complain about husband Ranveer singh against Amitabh bachchan in KBC 13

Follow us on

દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને ફરાહ ખાન (Farah Khan) કૌન બનેગા કરોડપતિ 13 ના (Kaun Banega Crorepati 13) આ શાનદાર શુક્રવાર (Shaandaar Shukravaar) ના ખાસ એપિસોડમાં આવવાના છે. બંને સ્ટાર્સ શોમાં ગેમ રમશે અને ઉમદા હેતુ માટે જીતેલા નાણાંનું દાન કરશે.

આ એપિસોડનો પહેલો પ્રોમો બહાર પાડવામાં આવ્યો હતો જે ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને હવે બીજો પ્રોમો પણ સામે આવ્યો છે જે તમને પણ હસાવશે. બીજો પ્રોમો બ્રેકિંગ ન્યૂઝ ફોર્મેટમાં બતાવવામાં આવ્યો છે જેમાં દીપિકાએ બિગ બી સામે પતિ રણવીર સિંહ (Ranveer Singh) પર આરોપ લગાવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

દીપિકા કહે છે કે રણવીરે મને વચન આપ્યું હતું કે તે મારા માટે નાસ્તો બનાવશે, પરંતુ તેણે હજી સુધી આવું કર્યું નથી. દીપિકાની વાત સાંભળ્યા બાદ બિગ બી રણવીરને કોલ કરે છે. બિગ બી રણવીરને કહે છે કે તારી પત્ની તારા વિશે ફરિયાદ કરી રહી છે.

રણવીર દીપિકાને કહે છે, ‘અરે, મારા વતી તેમનું (અમિતાબ બચ્ચન) સન્માન કરવાને બદલે, તું મારા વિશે ફરિયાદ કરી રહી છો?’ ત્યારે બિગ બી તેને ફરિયાદ કહી સંભળાવે છે કે તે આજ સુધી તેના માટે કંઇ બનાવ્યું નથી? ત્યારે રણવીર કહે છે, ‘અમિતાભ સરે કહ્યું છે. હવે હું મારા ખોળામાં બેસાડીને તને આમલેટ ખવડાવીશ.

આ જવાબ સાંભળીને જ દીપિકા અને બિગ બી હસવા લાગે છે જ્યારે ફરાહ કહે છે કે તેણે માત્ર નાસ્તો રાંધવાનું કહ્યું છે અને ખોળામાં બેસવાનું નથી. ફરાહની વાત સાંભળ્યા બાદ દીપિકા અને બિગ બી મોટેથી હસવા લાગે છે.

બિગ બીએ એક ચુટકી સિંદૂર સંવાદ પર કર્યું પરફોર્મ

અગાઉ આવેલા શોના પ્રોમોમાં બિગ બી ફરાહને કહે છે કે તમે અમને તમારી ફિલ્મમાં નથી લેતા. તો ફરાહ કહે સાહેબ, દરેકનું સ્વપ્ન છે કે તમે તેની ફિલ્મમાં કામ કરો. બિગ બી ફરાહની વાત સાંભળતા નથી, ત્યારબાદ ફરાહ તેમને એક સીન કરવા માટે કહે છે.

ફરાહ બિગ બીને દીપિકા અને તેની ફિલ્મ ઓમ શાંતિ ઓમનો લોકપ્રિય સંવાદ એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ કરવા માટે કહે છે. પહેલા દીપિકા બિગ બીને આ ડાયલોગ શીખવાડે છે. આ પછી, બિગ બી તેમની એન્ગ્રી યંગ મેન સ્ટાઈલમાં સંવાદ બોલે છે. ત્યારે ફરાહ કહે છે કે આવું નહીં, અને પછી બિગ બી આ ડાયલોગને અલગ રીતે બોલે છે, ત્યારબાદ ફરાહ અને દીપિકા પણ તેમનું હાસ્ય રોકી શકતા નથી.

 

આ પણ વાંચો: બોલ્ડ લુકને છોડીને Mouni Royએ આ વખતે અપનાવ્યો નવો અવતાર, જુઓ અભિનેત્રીનો આ સિંપલ અને સુંદર દેખાવ

આ પણ વાંચો: ટીવીની ‘નાગિન’ Surbhi Jyotiએ તેના દેખાવથી જીતી લીધું દરેકનું દિલ, ચાહકોએ કહ્યું – શાનદાર

Published On - 8:05 am, Tue, 7 September 21

Next Article