Deepika in action: ‘પઠાન’માં એક્શન સીન્સ માટે દીપિકાએ દર્શાવી પોતાની પ્રતિભા, દરરોજ પાડી રહી છે જીમમાં પરસેવો

|

Jul 30, 2021 | 8:06 PM

દીપિકાએ અગાઉ વિન ડીઝલ સાથે ફિલ્મ XXXમાં એક્શન સિન્સ કર્યા હતા. દુનિયાભરમાં દીપિકાની આ ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી. દીપિકા બોલીવુડમાં પહેલીવાર એક્શન સીન્સ કરવા જઈ રહી છે.

Deepika in action: પઠાનમાં એક્શન સીન્સ માટે દીપિકાએ દર્શાવી પોતાની પ્રતિભા, દરરોજ પાડી રહી છે જીમમાં પરસેવો
Deepika Padukone

Follow us on

દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાન (Pathan) સાથે શૂટિંગ પર પરત ફરી છે, જેમાં તેઓ ફરી શાહરુખ ખાન સાથે જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પ્રથમ વખત ભારતીય સિનેમામાં હાઈ ઓક્ટેન એક્શન કરતી જોવા મળશે. જેના માટે તેમણે પોતાની જાતને સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ કરી છે અને હંમેશની જેમ તેનું શ્રેષ્ઠ ઓન-સ્ક્રીન પરફોર્મન્સ આપવા માટે કમિટેડ છે.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

તેમના આ સમાચારો વિશે જણાવતા ફિલ્મના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે ઘણી ફિલ્મોના શૂટિંગ છતાં દીપિકા પઠાન માટેની તાલીમ લેવાનું ચૂકતી નથી. વર્કઆઉટમાં ફંક્શનલ ટ્રેનિંગ અને યોગ બંનેનો સમાવેશ થાય છે. તે આ માટે તેમના દિવસના 1.5 કલાક સમર્પિત કરે છે. તે આરામ માટે એક દિવસનો વિરામ રાખે છે અને અઠવાડિયાના 6 દિવસ કસરત કરવા માટે તેના દિવસના 1.5 કલાક ફાળવે છે. જેવી રીતે તેમને સલાહ આપી તે મુજબ, દીપિકા એક સખ્ત ડાયટનું પણ પાલન કરે છે.”

 

 

દીપિકાએ અગાઉ વિન ડીઝલ સાથે ફિલ્મ XXXમાં એક્શન સિન્સ કર્યા હતા. દુનિયાભરમાં દીપિકાની આ ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી. દીપિકા બોલીવુડમાં પહેલીવાર એક્શન સીન્સ કરવા જઈ રહી છે. જેના માટે સ્વાભાવિક છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયારી કરવાથી પાછળ રહેવા માંગતી નથી. થોડા દિવસો પહેલા દીપિકાએ એક મજેદાર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે તેમની એક્સરસાઈઝ વિશે એક્સપેક્ટેશન વર્સેસ રિયાલિટીની વાત કરી હતી.

 

 

 

તાજેતરમાં જ દીપિકાને કોરોના થયો હતો, ત્યારબાદ હવે તે ફરી ફિલ્મના શેડ્યૂલ પર આવી ગઈ છે. આ વિશે વાત કરતા સુત્રએ વધુમાં કહ્યું “કોવિડ -19 સામે લડ્યા પછી સેટ પર પાછા આવવું, તે દીપિકા માટે ભાવનાત્મક અને શારીરિક શક્તિની જરુરિયાત હતી. તેઓ હજી પણ પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્યને પુરી રીતે ટ્રેક પર લાવવા માટે દબાણ કરી રહી છે અને તેના માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.”

 

 

જ્યારથી લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે, દીપિકા એક સાથે બે ફિલ્મોમાં વ્યસ્ત છે. તેમણે પહેલેથી જ પઠાનનું શેડ્યૂલ પૂર્ણ કરી લીધું છે અને શકુન બત્રાની આગામી ફિલ્મનું એક શેડ્યૂલનું શૂટિંગ પણ કરી ચુક્યા છે. તેમની પાસે પ્રભાસ સાથે નાગ અશ્વિનની આગામી ધ ઈન્ટર્ન રિમેક, મહાભારત, ’83 અને ફાઈટર સિવાય પઠાન અને શકુન બત્રાની ફિલ્મ છે.

 

આ પણ વાંચો :- Radhe Shyam : નવા પોસ્ટરમાં ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મની રિલીઝ ડેટ કરી જાહેર

 

આ પણ વાંચો :- Antim : ફિલ્મનાં રિલીઝ પહેલા સલમાન ખાને પોતાના સ્ટાફને બતાવી ફિલ્મ, જાણો અભિનેતાએ આવું કેમ કર્યું ?

Next Article