Dasvi Review in gujarati : અભિષેક બચ્ચનનો અભિનય મજબૂત વાર્તા પર ઝાંખો પડી ગયો, યામી ગૌતમ જીતશે દિલ

|

Apr 07, 2022 | 12:52 PM

Dasvi Movie Review : અભિષેક સ્ટારર આ ફિલ્મમાં નિમરત કૌર અને યામી ગૌતમ (Yami Gautam)પણ મહત્વની ભૂમિકામાં છે. જો તમે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા તેનો રિવ્યૂ અહીં વાંચીલો

Dasvi Review in gujarati : અભિષેક બચ્ચનનો અભિનય મજબૂત વાર્તા પર ઝાંખો પડી ગયો, યામી ગૌતમ જીતશે દિલ
અભિષેક સ્ટારર આ ફિલ્મમાં નિમરત કૌર અને યામી ગૌતમ પણ મહત્વની ભૂમિકામાં
Image Credit source: youtube

Follow us on

ફિલ્મ – Dasvi
કલાકાર – અભિષેક બચ્ચન, યામી ગૌતમ, નિમરત કૌર અને દાનિશ હુસૈન
દિગ્દર્શન- તુષાર જલોટા
તમે ક્યાં જોઈ શકો – નેટફ્લિક્સ પર

 Dasvi Movie Review : અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ચાર્મ અને એક્ટિંગે ભલે મોટા પડદા પર કરિશ્મા સર્જ્યો ન હોય, પરંતુ અભિષેક ડિજિટલ વિશ્વમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. Netflix પર રિલીઝ થયેલી ‘લુડો’ના બે વર્ષ પછી અભિષેક ફરી એકવાર OTT પર પાછો ફર્યો છે. અભિષેક બચ્ચનની ફિલ્મ Dasvi આજથી નેટફ્લિક્સ પર રીલિઝ થઈ ગઈ છે. Dasviએ એક સામાજિક કોમેડી છે, એક સારું નાટક છે અને  સ્કૂલ એજ્યુકેશનના કનેક્શન પર ભાર મૂકે છે. તુષાર જલોટા (Tushar Jalota)દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં નિમરત કૌર અને યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં છે. જો તમે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલાં તેનો રિવ્યૂ અહીં વાંચો.

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મની વાર્તા ગંગા રામ ચૌધરી (અભિષેક બચ્ચન) નામના વ્યક્તિની છે, જે એક શક્તિશાળી રાજકારણી છે અને પોતાને ખૂબ જ સ્માર્ટ માને છે. શિક્ષણ કૌભાંડના કારણે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જેલમાં જતાં પણ તેનો ઝઘડો ઓછો થતો નથી.

ગંગારામ મુખ્ય પ્રધાન છે અને જેલમાં ગયા પછી, તેઓ તેમની પત્ની બિમલાદેવી (નિમ્રત કૌર)ને તેમના મુખ્ય પ્રધાનની ગાદી પર બેસાડે છે. આ પછી ગંગા રામનો જેલમાં પોલીસ અધિક્ષક જ્યોતિ દેસવાલ (યામી ગૌતમ)નો સામનો થાય છે. જ્યોતિ ગંગારામ ચૌધરીના ઘમંડ, ધૂન અને કલ્પનાઓ સામે નમવા તૈયાર નથી. ચૌધરી શક્તિશાળી રાજકારણી હોવા છતાં જ્યોતિ તેમનાથી ડરતી નથી. જ્યારે જ્યોતિ ગુસ્સામાં ચૌધરીને અભણ કહે છે ત્યારે બંને વચ્ચે ઝગડો થાય છે. ગંગારામ ચૌધરી પોતાના અપમાનનો બદલો લેવા માટે, ચૌધરી જ્યોતિને પડકાર ફેંકે છે કે, તે દસમા ધોરણની પરીક્ષા પાસ કરશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

જે માણસ બહારની શક્તિની રમતોથી ટેવાયેલો હોય છે, સમય જતાં તે શિક્ષણની દુનિયામાં ખોવાયેલો જોવા મળે છે. બીજી બાજુ, સત્તાની લાલસાથી પ્રભાવિત ગંગા રામ ચૌધરીની પત્ની બિમલાદેવી, તેના પતિને ફરીથી પોતાનું પદ ન મળે તે માટે રાજકારણની યુક્તિઓ શીખવાનું શરૂ કરે છે. હવે શું ગંગારામ ચૌધરી 10મા ધોરણની પરીક્ષા પાસ કરશે અને શું તેઓ મુખ્યમંત્રી પદ પરત મેળવી શકશે? આ ફિલ્મ આ પ્રશ્નોના વધુ જવાબ આપે છે.

રિવ્યુ

ફિલ્મનો ફર્સ્ટ હાફ શાનદાર છે, પણ સેકન્ડ હાફમાં ફિલ્મ થોડી બોરિંગ બની જાય છે. આ ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર તુષાર થોડો નબળો સાબિત થયો છે. તેમની આ ફિલ્મ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સમાપ્ત થાય છે, બધું જ ગૂંચવાયેલું લાગે છે. વાર્તા થોડી વેરવિખેર છે. જો એવું કહેવામાં આવે કે વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ન હતું, તો તેમાં કંઈ ખોટું નથી.

આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેનું કન્ટેન્ટ છે. જે દેશમાં એવા ઘણા રાજકારણીઓ જોવા મળશે જેમના શિક્ષણ પર વારંવાર સવાલો ઉઠ્યા છે, ત્યાં આવી મજબૂત સામગ્રી લાવવી ખરેખર પ્રશંસનીય છે. તુષાર જલોટા ભલે સામગ્રીને યોગ્ય રીતે સ્વીકારવામાં સફળ ન થયા હોય, પરંતુ તેમની ફિલ્મ શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકે છે.

અભિનય

અભિષેક બચ્ચનનો એક અલગ અવતાર ગંગારામ ચૌધરીના રૂપમાં જોવા મળ્યો છે. જોકે, ફિલ્મમાં અભિષેકનો અભિનય ખાસ પ્રભાવશાળી જોવા મળ્યો ન હતો. અભિષેક બચ્ચને ફિલ્મમાં હરિયાણવી લુક લીધો છે અને બોલીને પણ એવી જ રીતે અપનાવી છે.

નિમ્રત કૌર દેશી લુકને વળગી રહી નહોતી. તેમની વાત કરવાની શૈલીમાં કૃત્રિમતા સ્પષ્ટ દેખાતી હતી. ફિલ્મમાં જો કોઈએ શ્રેષ્ઠ અભિનય કર્યો હોય તો તે છે યામી ગૌતમ. યામી ગૌતમને એક કડક પોલીસ ઓફિસરની ભૂમિકામાં ઘણી પ્રશંસા મળવાની છે. તેણે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે હિન્દી સિનેમાની સૌથી પ્રોમિસિંગ પ્રતિભાઓમાંની એક છે. આ સિવાય દાનિશ હુસૈન, અરુણ કુશવાહા જેવા કલાકારોએ પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : World Health Day 2022: વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર વડાપ્રધાન મોદીએ કહ્યું ‘સરકારની સસ્તી સ્વાસ્થ્ય સેવાઓએ ગરીબો અને મધ્યમ વર્ગની બચત વધારી’

Published On - 11:33 am, Thu, 7 April 22

Next Article