Dance Deewane 3: માધુરી દીક્ષિતે એવો લગાવ્યો ‘સિંઘમ ઠુમકો’, કે રોહિત શેટ્ટી જોતા રહી ગયા, જુઓ Video

રોહિત શેટ્ટી પોતાના શોના પ્રમોશન માટે ડાન્સ દીવાનેના સેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાનનો માધુરીએ એક મજેદાર વિડીયો શેર કર્યો છે. ચાલો જોઈએ આ વિડીયો.

Dance Deewane 3: માધુરી દીક્ષિતે એવો લગાવ્યો સિંઘમ ઠુમકો, કે રોહિત શેટ્ટી જોતા રહી ગયા, જુઓ Video
Madhuri Dixit impresses Rohit Shetty with her 'Singham Thumka'
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:17 AM

ડાંસ રિયાલિટી શો ડાંસ દીવાને 3 (Dance Deewane 3) ટેલિવિઝન પર ધૂમ મચાવી રહ્યો છે. દર અઠવાડિયે આ શો દર્શકોના ડીલ જીતવામાં સફળ રહે છે. શોમાં સ્પર્ધકો તો પોતાનો જાદુ ચલાવે જ છે. પરંતુ સાથે સાથે જજ બનીને માધુરી દીક્ષિત (Madhuri Dixit) પણ પોતાની અદાથી સૌના દિલ જીતી લે છે. શોમાં દર અઠવાડિયે નવા નવા ખાસ મહેમાન આવે છે. આ વખતના ખાસ મહેમાન છે રોહિત શેટ્ટી (Rohit Shetty).

ખરેખરમાં તો રોહિત તેમના શો ખતરો કે ખિલાડી 11ના (khatron ke khiladi 11) પ્રમોશન માટે આવવાના છે. આ શોનો એક વિડીયો માધુરીએ (Madhuri Dixit) શેર કર્યો છે. જેમાં તેઓ પોતાના સિંઘમ ઠુમકાથી એક્શન કરતા જોવા મળે છે.

માધુરીનો ઠુમકો પડ્યો ભારે

માધુરીએ શર કરેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે રોહિત શેટ્ટી (Rohit Shetty) એક સ્પર્ધકને પંચ મારવા જઈ રહ્યા છે. અને બેકગ્રાઉન્ડમાં રોહિતની ફિલ્મ સિંઘમનું ટાઈટલ સોંગ વાગી રહ્યું છે. આ દરમિયાન માધુરી આવીને રોહિતને રોકે છે. અને સ્પર્ધક સામે એક ઠુમકો લગાવે છે. સ્પર્ધક પણ પોતાનું ટેલેન્ટ બતાવતા ફ્લીપ કરીને ફ્લોર પર પડી જાય છે. ઠુમકો જોઇને રોહિત ખાસા ઈમ્પ્રેસ થયેલા જોવા મળી રહ્યા છે.

જલ્દી આવશે ખતરો કે ખિલાડી

માધુરીએ (Madhuri Dixit) આ વિડીયો શેર કરતા લખ્યું છે – સિંઘમ. સાથે જ સિંહનું ઈમોજી પણ મુક્યું છે. રોહિતે પણ આ પોસ્ટની કોમેન્ટમાં ફાયરના ઈમોજી પોસ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટીનો (Rohit Shetty) સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11 ડાન્સ દીવાને 3 ની જગ્યા લઈ રહ્યો છે. રોહિતનો શો 17 મી જુલાઇથી શરુ થશે. આ શો દર શનિવાર અને રવિવારે 9:30 વાગ્યે ટીવી પર પ્રસારિત થશે. જેના કારણે ડાન્સ દીવાને 3 નો સમય બદલવામાં આવશે. અહેવાલો અનુસાર શો આઠ વાગ્યે આવશે.

શગુફ્તા અલીની કરી મદદ

અભિનેત્રી શગુફ્તા અલીને લઈને સમાચાર આવ્યા હતા કે તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. તેમની મદદ માટે ડાન્સ દીવાને 3 શો આગળ આવ્યો. અને શગુફ્તાને મદદ માટે 5 લાખ રૂપિયા આપ્યા છે. આટલું જ નહીં, દિગ્દર્શક રોહિત શેટ્ટીએ પણ તેમને મદદ કરી છે. શગુફ્તા અલી આ શોમાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: લો બોલો, દીપિકાના સ્વેટરની ચર્ચા ચોતરફ! એક બાઈકની કિંમતનું છે આ સ્વેટર, જાણો

આ પણ વાંચો: Birthday Special: બોલીવુડને બાય બાય કહીને કુમાર ગૌરવ આજે કમાય છે કરોડો, જાણો તેમના જીવન વિશે