Dada Saheb Phalke International Film Awards : રણવીર સિંહ, કિયારા અડવાણીથી લઈને રૂપાલી ગાંગુલી સુધી, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી

|

Feb 21, 2022 | 10:09 AM

રવિવારે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને ટીવી સ્ટાર્સને તેમના શ્રેષ્ઠ કામ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

Dada Saheb Phalke International Film Awards : રણવીર સિંહ, કિયારા અડવાણીથી લઈને રૂપાલી ગાંગુલી સુધી, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
winners at Dadasaheb Phalke International Film Festival Awards
Image Credit source: Instagram

Follow us on

Dada Saheb Phalke International Film Awards : દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ્સ 20 ફેબ્રુઆરીએ યોજાયો હતો. આ સમારોહમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા, જેમાં પીઢ અભિનેત્રી આશા પારેખ (Asha Parekh) રવિના ટંડન, લારા દત્તા, કિયારા અડવાણી (Kiara Advani)જેવી અભિનેત્રીઓએ પોતાનું ગ્લેમર ઉમેર્યું હતું. તે જ સમયે, અહાન શેટ્ટી, સતીશ કૌશિક, રોહિત રોય (Rohit Roy)રણવીર સિંહ, આયુષ શર્મા, રણવિજય સિંહ અને શાહીર શેખ (Shaheer Sheikh)પણ સમારોહમાં પહોંચ્યા હતા.

આ વર્ષે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022 એ ભારતીય સિનેમાની સમૃદ્ધિની ઉજવણી કરી અને આઝાદીના 75 વર્ષની ઉજવણી પણ કરી. ટીવીથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, ઘણા સ્ટાર્સને તેમના શાનદાર અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. હવે તમને વિજેતાઓની સંપૂર્ણ યાદી જણાવીએ

  • ફિલ્મોમાં ઉત્કૃષ્ટ યોગદાન: આશા પારેખ
  • શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ: રણવીર સિંહ (ફિલ્મ 83)
  • શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર: કીર્તિ સેનન (ફિલ્મ મીમી)
  • ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડઃ સિદ્ધાર્થ મલ્હોત્રા
  • ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ: કિયારા અડવાણી
  • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર: સતીશ કૌશિક (ફિલ્મ કાગઝ)
  • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર: લારા દત્તા (ફિલ્મ બેલ બોટમ)
  • બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ એવોર્ડઃ આયુષ શર્મા (ફિલ્મઃ ધ ફાઈનલ ટ્રુથ)
  • પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટરનો એવોર્ડ: અભિમન્યુ દાસાની
  • પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડઃ રાધિકા મદન
  • બેસ્ટ ડેબ્યુ એવોર્ડઃ અહાન શેટ્ટી (ફિલ્મઃ તડપ)
  • શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરૂષ એવોર્ડ: વિશાલ મિશ્રા
  • બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલ એવોર્ડઃ કનિકા કપૂર
  • ફિલ્મ ઓફ ધ યર એવોર્ડ: પુષ્પા ધ રાઇઝ
  • ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ એવોર્ડઃ સરદાર ઉધમ સિંહ
  • શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કારઃ શેરશાહ
  • શ્રેષ્ઠ દિગ્દર્શક એવોર્ડ: કેન ગોશ (ફિલ્મ સ્ટેટ ઓફ સીજ: ટેમ્પલ એટેક)
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર એવોર્ડ: જયકૃષ્ણ ગુમ્મૈદી (ફિલ્મ: હસીના દિલરૂબા)
  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ પુરસ્કાર: Another Round
  • બેસ્ટ શોર્ટ ફિલ્મઃ પાઉલી
  • વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ: મનોજ બાજપેયી (ધ ફેમિલી મેન 2)
  • વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કારઃ રવિના ટંડન (આરણ્યક)
  • શ્રેષ્ઠ વેબ સિરીઝ એવોર્ડ: કેન્ડી
  • ટીવી સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડઃ શાહિર શેખ (કુછ રંગ પ્યાર કે ઐસે ભી)
  • ટીવી સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ: શ્રદ્ધા આર્યા (કુંડલી ભાગ્ય)
  • ટીવી સિરીઝ ઑફ ધ યર એવોર્ડ: અનુપમા
  • ટીવી સિરીઝમાં મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો એવોર્ડઃ ધીરજ ધૂપર (કુંડલી ભાગ્ય)
  • ટીવી સિરીઝમાં મોસ્ટ પ્રોમિસિંગ એક્ટ્રેસ એવોર્ડઃ રૂપાલી ગાંગુલી (અનુપમા)

આ પણ વાંચો : Yemen: યમનના હજ્જામાં લડાઈ વધી, સાઉદી ગઠબંધનના હુમલામાં ઓછામાં ઓછા 156 હુતી બળવાખોરો માર્યા ગયા, અનેક વાહનો નાશ પામ્યા

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
Next Article