Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન

કિયારા અડવાણી આ દિવસોમાં સાતમા આસમાન પર છે. તે પોતાની શાનદાર અભિનય અને સુંદરતાથી ચાહકોના દિલ જીતી રહી છે. હવે તાજેતરમાં જ ડબ્બુ રતનાનીએ કિયારાની એક ફોટો અંગે મોટો ખુલાસો કર્યો છે.

Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન
Dabboo Ratnani, Kiara Advani
| Edited By: | Updated on: Aug 31, 2021 | 11:01 PM

કિયારા અડવાણી (Kiara Advani) એ ડબ્બુ રતનાની (Dabboo Ratnani) ના વર્ષ 2020 કેલેન્ડર માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. આ સિવાય કિયારાનું બીજું ફોટોશૂટ કરાવવામાં આવ્યું જેમાં તે એક મોટા પાનની પાછળ ઉભી છે. આ ફોટોશૂટને લઈને ઘણો હંગામો થયો હતો કે તે એક કોપી છે. જોકે, આપણે જે વિષયની વાત કરી રહ્યા છીએ તે કિયારાનું ટોપલેસ ફોટોશૂટ છે. ચાહકોને લાગ્યું કે કિયારા આ શૂટ માટે ટોપલેસ થઈ ગઈ હતી.

પરંતુ ડબ્બુએ તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે કિયારા આ માટે ટોપલેસ નથી થઈ. એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા ડબ્બુએ કહ્યું, હા, મેં ઓનલાઇન વાંચ્યું લોકો શું કહે છે, પરંતુ કિયારા મારા શૂટ માટે ટોપલેસ નહોતી થઈ. તે શોટ ખૂબ જ કાળજીપૂર્વક લેવામાં આવ્યો હતો.

ડબ્બુએ આગળ કહ્યું, મારે એવી રીતે શૂટ કરવું હતું કે લોકોના મનમાં ઘણી કલ્પના થાય. મને લાગે છે કે ચહેરા પર ખૂબ સેક્સી દેખાડવું વલ્ગર લાગે છે. તેથી આનાથી સારુ છે લોકો માટે કેટલાક પ્રશ્નો છોડી દેવા.

 


તમને જણાવી દઈએ કે કિયારા આજકાલ તેની ફિલ્મોને લઈને છવાયેલી છે. તે એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે અને આ સાથે તે દર્શકોની પ્રિય અભિનેત્રીઓમાંની એક બની રહી છે. તાજેતરમાં જ કિયારાની ફિલ્મ શેરશાહ રિલીઝ થઈ છે. ફિલ્મમાં કિયારા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કેપ્ટન વિક્રમ બત્રા પર આધારિત આ ફિલ્મ એમેઝોન પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મમાં કિયારાએ વિક્રમ બત્રાની લાઇફ પાર્ટનર ડિમ્પલનું પાત્ર ભજવ્યું હતું, જેને બધા વખાણી રહ્યા છે. આ ફિલ્મ પછી, કિયારા ઘણી ફિલ્મોમાં જોવા મળશે જેમાં ‘ભૂલ ભુલૈયા 2’, ‘જુગ જુગ જીયો’ અને ‘મિસ્ટર લેલે’ સામેલ છે. ભુલ ભુલૈયા 2 માં કિયારા સાથે કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં છે. જુગ જુગ જીયોમાં કિયારા, વરુણ ધવનની સામે જોવા મળશે અને મિસ્ટર લેલેમાં કિયારા સાથે કોન મુખ્ય ભૂમિકામાં હશે તે વિશે હજી સુધી કોઈ જાણકારી નથી.

 

આ પણ વાંચો :- શ્રી કૃષ્ણ પછી Saurabh Raj Jain ભજવશે ભગવાન ગણેશની ભૂમિકા, 3 સપ્ટેમ્બરે રિલીઝ થશે મ્યુઝિક વીડિયો “દેવા ઓ દેવા”

આ પણ વાંચો :- Kiara Advani ની આંખોમાં ખોવાયા સિદ્ધાર્થ મલ્હોત્રા, રોમેન્ટિક સ્ટાઈલ જોઈને ચાહકોએ કહ્યું – તમે લગ્ન કરી લો