રણબીર કપૂરની ટિપ્પણી પર કાકા રણધીર કપૂરે કહ્યું કે, ‘મને ડિમેન્શિયા નથી’

રણધીર કપૂરે કહ્યું છે કે તેમને ડિમેન્શિયા નથી. તેણે રણબીરની ટિપ્પણીનું પણ ખંડન કર્યું પરંતુ ઉમેર્યું કે તે 'જે ઇચ્છે છે તે કહેવાનો રણબીર હકદાર છે'. આ ટિપ્પણી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

રણબીર કપૂરની ટિપ્પણી પર કાકા રણધીર કપૂરે કહ્યું કે, મને ડિમેન્શિયા નથી
Ranbir Kapoor Family File Photo
| Edited By: | Updated on: Apr 02, 2022 | 9:51 PM

પીઢ અભિનેતા રણધીર કપૂરે (Randhir Kapoor) તેમના ભત્રીજા અને અભિનેતા રણબીર કપૂરની (Ranbir Kapoor)ની તાજેતરની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે કે તેઑ ડિમેન્શિયાના (Dementia) પ્રારંભિક તબક્કામાં છે. એક ઈન્ટરવ્યુમાં રણધીર કપૂર રણબીર કપૂરની તેની તબિયત અંગેની ટિપ્પણીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઑ એકદમ ઠીક છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, રણબીર ‘જે ઇચ્છે છે તે કહેવાનો હકદાર છે’. બોલિવુડના એક સમયે લેજેંડરી ગણાતા અભિનેતા રણધીર કપૂરે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ કરીના કપૂર અને કરિશ્મા કપૂરના પિતા છે.

Sharmaji Namkeen Film Screening

તાજેતરમાં, રણધીર કપૂરે ‘શર્માજી નમકીન’ ફિલ્મ નિહાળી હોવાની વાત કરી હતી. જે તેના નાના ભાઈ અને અભિનેતા ઋષિ કપૂરની છેલ્લી સ્ક્રીન પર રજૂ થયેલી ફિલ્મ છે. રણબીરે કહ્યું કે, જ્યારે રણધીરે ફિલ્મ જોઈ, ત્યારે તેની તાત્કાલિક પ્રતિક્રિયા ઋષિને ફોન પર બોલાવવાની હતી. લ્યુકેમિયા સાથે બે વર્ષની લાંબી લડાઈ પછી એપ્રિલ 2020માં ઋષિ કપૂરનું 67 વર્ષની વયે અવસાન થયું હતું.

તાજેતરના ઈન્ટરવ્યુમાં રણધીરે રણબીરના નિવેદન પર હાંસી ઉડાવી હતી અને કહ્યું હતું કે, “રણબીર જેવુ કહે છે એવું મને કંઈ થયું નથી. હું બિલકુલ ઠીક છું. મને એપ્રિલ 2021માં કોવિડ-19 થયો હતો. તે રણબીરની ઈચ્છા છે, કે તેને મારા વિષે શું કહેવું હતું. તેને જે ઈચ્છે છે તે કહેવાનો તે હકદાર છે. મેં એવું ક્યારેય કહ્યું નથી. હું ઠીક છું. હકીકતમાં, હું રાહુલ રવૈલ સાથે ગોવાથી હમણાં જ પાછો ફર્યો છું. અમે ત્યાં ગોવા ફેસ્ટિવલમાં ગયા હતા.”

શર્માજી નમકીન ફિલ્મમાં ઋષિ કપૂરના અભિનય વિશે બોલતા, રણધીરે કહ્યું કે, “હંમેશાની જેમ, તેણે શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. તે ખૂબ જ સારો અભિનેતા હતો. આ ફિલ્મ સારી હતી.”

તાજેતરની એક મુલાકાતમાં રણબીરે કહ્યું હતું કે, “મને યાદ છે કે જ્યારે મારા સમગ્ર પરિવારે આ ફિલ્મ નિહાળી. મારા પિતાના મોટા ભાઈ અને મારા કાકા રણધીર કપૂર, જે ડિમેન્શિયાના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને તે ફિલ્મ પછી મારી પાસે આવ્યા અને કહ્યું કે, ‘પપ્પાને કહો કે તેઓ આ ફિલ્મમાં અદ્ભુત હતા અને તેઓ ક્યાં છે, ચાલો તેમને કૉલ કરીએ.’

રાજ કપૂરના મોટા પુત્ર રણધીર કપૂરે માત્ર 10 મહિનાના ગાળામાં તેના બંને ભાઈઓ ઋષિ કપૂર અને રાજીવ કપૂરને ગુમાવ્યા હતા. રાજીવનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 58 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની બહેન રિતુ નંદાનું પણ વર્ષ 2020માં નિધન થયું હતું. ઋષિ કપૂરના આકસ્મિક અવસાન પછી, નિર્માતાઓએ VFXનો ઉપયોગ કરીને ફિલ્મને સમાપ્ત કરવા માટે રણબીરને બોર્ડમાં લેવાનું વિચાર્યું હતું. પરંતુ રણબીર કપૂરે આ ભૂમિકા ભજવવા માટે ઇનકાર કર્યો હતો. આ ભૂમિકા આખરે જાણીતા અભિનેતા પરેશ રાવલે ભજવી હતી.

Alia Bhatt With Kapoor Family For Sharmaji Namkin

 

આ પણ વાંચો- આલિયા ભટ્ટે પોતાને ‘ધ ડોગ’ અને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરને ‘ધ કેટ’ ગણાવ્યો, જાણો કારણ