Shah Rukh Khan Viral Video : તેના ફેન્સ હંમેશા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા આતુર હોય છે, જે આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’ માટે ચર્ચામાં છે. શાહરૂખ પણ તેના ફેન્સને ક્યારેય નિરાશ કરતો નથી. સમયાંતરે તે લોકોને તેના ઘર ‘મન્નત’ની બાલ્કનીમાંથી પોતે આવીને લોકોને મળે છે.
25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર જોવા મળી રહી છે. ફિલ્મની સફળતા પછી શાહરૂખ ખાન પહેલીવાર મન્નતની બાલ્કનીમાં દેખાયો છે.
આ પણ વાંચો : Pathaan Movie : બજરંગ દળના કાર્યકર્તાઓએ થિયેટરમાં કર્યો પથ્થરમારો, પોસ્ટર ફાડ્યા, 9 લોકોની અટકાયત
રવિવારે સાંજે શાહરૂખ ખાન ફેન્સનો આભાર માનવા અને તેમના પ્રેમનો સ્વીકાર કરવા મન્નતની બાલ્કનીમાં આવ્યો હતો. આ દરમિયાન તે પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે ચાહકો પર ફ્લાઈંગ કિસ વરસાવી, હાથને વેવ કરીને ફેન્સનો આભાર માન્યો છે.
આ દરમિયાન વિરેન્દ્ર ચાવલાએ તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં શાહરૂખ બ્લેક શર્ટ અને પેન્ટ પહેરીને મન્નતની બાલ્કનીમાં જોવા મળી રહ્યો છે. તે તેના ચાહકોને હાથ હલાવી રહ્યો છે, મન્નતની બહાર ઉભેલા લોકોને ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે અને હાથ જોડી ચાહકો પર પ્રેમ વરસાવી રહ્યો છે.
વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં શાહરુખ તો દેખાઈ રહ્યો છે જ, પરંતુ તેની સાથે મન્નતની બહાર ઉભેલા લોકોને પણ જોઈ શકાય છે. વીડિયોમાં શાહરૂખના ઘરની બહાર ફેન્સની ભારે ભીડ જોવા મળી રહી છે.
જ્યારે ફિલ્મ પઠાણનું પહેલું ગીત રિલીઝ થયું ત્યારે તેમાં દીપિકા પાદુકોણના કપડાં (બિકીની કલર)ને લઈને વિવાદ થયો હતો. દેશમાં ઘણી જગ્યાએ શાહરૂખ ખાનના પૂતળા બાળવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આરોપ છે કે કેસરી રંગની બિકીની પહેરવામાં આવી હતી જેનાથી હિંદુ આસ્થાને ઠેસ પહોંચી હતી. જો કે બાદમાં સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક સીન કટ કર્યા હતા. આ પછી વિરોધ થોડો અટક્યો પણ હજુ પૂરો થયો નથી.