કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી દેશમાં શોકની લહેર, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

|

Sep 21, 2022 | 1:35 PM

કોમેડી કિંગના રાજુ શ્રીવાસ્તવના નિધનને પગલે વડાપ્રધાન મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી દેશમાં શોકની લહેર, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
Raju Shrivastav Death

Follow us on

કોમેડીયન રાજુ શ્રીવાસ્તવનું  (Comedian Raju Srivastav)નિધન થયું છે. તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન કોમેડીયનને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર પર લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે અંતિમ શ્વાસ લીધા છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastav)મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ (PM Modi)  કોમેડી કિંગના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, રાજુ શ્રીવાસ્તવે હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી અમારા જીવનને ઉજ્જવળ બનાવ્યું. તે બહુ જલ્દી આપણને છોડીને ચાલ્યા જાય છે પરંતુ વર્ષોથી તેમના સમૃદ્ધ કાર્યને કારણે તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં જીવતા રહેશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ….

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) શોક વ્યક્ત કરતા લખ્યું કે,પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીની એક વિશિષ્ટ શૈલી હતી, તેમણે તેમની અદભૂત પ્રતિભાથી દરેકને પ્રભાવિત કર્યા હતા. તેમના નિધનથી કલા જગતને મોટી ખોટ પડી છે. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. શાંતિ….

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)શોક વ્યક્ત કરતા લખ્યું કે,જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. એક કુશળ કલાકાર હોવા ઉપરાંત, તેઓ ખૂબ જ જીવંત વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા. હું તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ !

AAP રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, મશહુર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું ખૂબ જ દુઃખદ અવસાન. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને તેમના તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.

BJP ના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad )ટ્વિટ કરીને લખ્યું, પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમનું નિધન એ કલા જગત માટે મોટી ખોટ છે. આ કપરા સમયમાં દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન મળે અને શોકગ્રસ્ત પરિવાર અને ચાહકોને ધીરજ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીના નિધનના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા, જેમણે પોતાની કલાથી રમૂજને નવો રંગ આપ્યો. હસતા-હસતા તમે એવી રીતે ચાલ્યા ગયા કે મનોરંજનની દુનિયામાં ક્યારેય ન ભરાય એવી વિશાળ શૂન્યાવકાશ છોડી ગયા.

 

Published On - 11:50 am, Wed, 21 September 22

Next Article