Raju Srivastava : રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava ) છેલ્લા 14 દિવસથી હોશમાં નથી. તેના સારા સ્વાસ્થ માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ ( health) ને લઈ સૌ કોઈ પરેશાન છે. તેનો પરિવાર પણ રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ માટે પુજા પાઠ કરી રહ્યો છે. તેની પત્ની અને ભાઈ સહિત અનેક લોકો પરિવારમાં હાજર છે. તેનો પરિવાર સોશિયલ મીડિયા (Social media) પર ફેલાઈ રહેલી અફવાઓથી પરેશાન છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસ પહેલા રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થને લઈ સમાચાર આવ્યા હતા કે, તેના સ્વાસ્થમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેના નજીકના લોકો પાસેથી મળેલા રિપોર્ટ મુજબ એમ્સમાં રાજુ શ્રીવાસ્તવના પરિવારજના જણાવ્યા અનુસાર તેનું સ્વાસ્થ હજુ સ્થિર છે. તે હજુ વેન્ટીલેટર સપોર્ટ પર છે.
આ સિવાય આખા દેશમાં રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થની પ્રાર્થના કરી રહ્યા છે.એક નાના બાળકે પણ પ્રાર્થના કરી છે. તમને જણાવી દઈએ કે આખું કાનપુર હવે રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ માટે પ્રાર્થનાઓ કરી રહ્યું છે.સ્ટેન્ડઅપ કોમેડીથી ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. પોતાની મહેનતના દમ પર રાજુ શ્રીવાસ્તવ આ મુકામ પર પહોંચ્યા છે.
જણાવી દઈએ કે, લાફ્ટર ચેલેન્જ શોથી પોતાની ઓળખ બનાવનાર વરિષ્ઠ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તે દિલ્હીની AIIMSમાં દાખલ છે. જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેની તબિયત લથડી રહી છે. હવે છેલ્લા 14 દિવસથી આખો દેશ રાજુના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યો છે. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ડોક્ટર્સનું કહેવું છે કે, તેમને હોશમાં આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે.
રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાએ ચાહકોને હિંમત આપી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજુ શ્રીવાસ્તવની પત્નીએ કહ્યું કે, તેનું સ્વાસ્થ સ્થિર છે. ડોક્ટર તરફથી તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેને વિશ્વાસ છે કે, રાજુ શ્રીવાસ્તવ આ લડાઈ જરુર જીતશે. હું એટલુ કહી શકુ કે તે તમારા મનોરંજન માટે જલ્દી જોવા મળશે. રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થયને લઈ લોકો પ્રાર્થના કરી રહ્યા છે.તેમની પત્નીએ આગળ કહ્યું કે, મારા બધા લોકોને વિનંતી છે કે તેમની પ્રાર્થના ચાલુ રાખો.રાજુ શ્રીવાસ્તવની પત્નીએ કહ્યું કે, સંઘર્ષની સાથે આપણે રાહ જોવી પડશે અને ધીરજ રાખવી પડશે.