
આ દિવસોમાં કપિલ શર્મા (Kapil Sharma) તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસાને કારણે ચર્ચામાં છે.
Netflix પર પ્રસારિત થતા શો ‘I m not done yet’ માં, કોમેડિયને તેના જીવનની ઘણી રસપ્રદ વાતો શેર કરી. જેમાં તેની શાહરૂખ ખાનના (Shahrukh Khan) ઘરે વિના આમંત્રણે પહોંચવાની કહાની લોકોને પસંદ પડી છે.
કપિલે જણાવ્યું કે એક દિવસ જ્યારે તેના પિતરાઈ ભાઈએ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું ઘર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તો આવી સ્થિતિમાં કપિલ આમંત્રણ વિના 3 વાગે તેના ઘરે પહોંચી ગયો હતો. તેણે તેના ડ્રાઈવરને કહ્યું, કાર અંદર લઈ જાઓ ત્યારે સિક્યુરિટી ગાર્ડે મારો ચહેરો જોયો અને મને અંદર જવા દીધો, તેણે વિચાર્યું કે મને બોલાવવામાં આવ્યો હશે. જોકે કપિલ થોડો નર્વસ હતો પરંતુ ત્યાં સુધીમાં શાહરૂખ ખાનના કેટલાક ખાસ મેનેજર આવ્યા અને તેને અંદર લઈ ગયા.
જ્યારે તે શાહરૂખ ખાનને ત્યાં મળ્યો ત્યારે કપિલે કહ્યું ભાઈ માફ કરજો, મારો કઝીન અહીં આવ્યો છે અને તે તમારું ઘર જોવા માંગતો હતો. ગેટ ખુલ્લો હતો તો હું અંદર આવી ગયો. આના પર શાહરૂખે જવાબ આપ્યો કે જો મારા બેડરૂમનો દરવાજો ખુલ્લો હોત તો શું તુ ત્યાં પણ આવી જતો ? કપિલે કહ્યું કે, શાહરૂખ તેના આ પગલાથી તેના પર ગુસ્સે થયો ન હતો.
કપિલે કહ્યું કે તે માત્ર શાહરૂખના ઘરે થોડો સમય રોકાયો જ ન હતો, પરંતુ પાર્ટીના અંત સુધી તેણે ખૂબ ડાન્સ કર્યો. આ દરમિયાન તેની મુલાકાત ગૌરી સાથે પણ થઈ હતી. પાર્ટી પૂરી થયા પછી, શાહરૂખ ખાનના સ્ટાફે તેની પાસેથી ઓટોગ્રાફ લીધો અને તેની સાથે તસવીરો પણ લીધી. કપિલે એ પણ જણાવ્યું કે શાહરૂખ તેને ઘરના બેસમેન્ટ સુધી મૂકવા આવ્યો હતો.
શાહરૂખના ઘરે બિનઆમંત્રિત પહોંચવાની વાત પર કપિલે સ્વીકાર્યું કે તે તેની મોટી ભૂલ હતી કારણ કે તે દરમિયાન તે નશામાં હતો, પરંતુ તેણે આ બધું ક્યાંકને ક્યાંક કર્યું કારણ કે તેને લાગતું હતું કે તે એક પ્રખ્યાત વ્યક્તિ છે. શાહરૂખ કપિલ શર્માને ખૂબ પસંદ કરે છે, બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડ છે. શાહરૂખ તેના કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં પણ ઘણી વખત જોવા મળ્યો છે. આ દરમિયાન શોની ટીઆરપી ઘણી સારી રહી છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –