Chehre BO Collection Day 2 : દર્શકો પર નથી ચાલ્યો અમિતાભ-ઇમરાનનો જાદુ, બે દિવસમાં થઈ આટલી જ કમાણી

|

Aug 29, 2021 | 8:25 PM

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મની મોટાભાગની કમાણી દિલ્હી-એનસીઆર અને પૂર્વ પંજાબમાંથી છે.

Chehre BO Collection Day 2 : દર્શકો પર નથી ચાલ્યો અમિતાભ-ઇમરાનનો જાદુ, બે દિવસમાં થઈ આટલી જ કમાણી
Chehre BO Collection

Follow us on

થિયેટરો ખોલ્યા પછી, ‘ચેહરે’ (Chehre) ફિલ્મના નિર્માતાઓને આશા હતી કે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સારી કમાણી કરશે, પરંતુ એવું થયું નહીં. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશ્મી (Emraan Hashmi) અભિનીત આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઇ હતી, પરંતુ આ ફિલ્મે ન તો ઓપનિંગ ડે પર સારી કમાણી કરી કે ન તો સપ્તાહના અંતે એટલે કે શનિવારે ચાલી હતી. જો કે, એવી અપેક્ષા છે કે રવિવાર એટલે કે આજે અને આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે ફિલ્મનું કલેક્શન વધી શકે છે.

ફિલ્મ ‘ચેહરે’ ઓગસ્ટમાં થિયેટરો ખોલ્યા બાદ રિલીઝ થનારી બીજી મોટી બજેટની ફિલ્મ છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મે શરૂઆતના દિવસે લગભગ 45 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા. તે જ સમયે, શનિવારે એટલે કે બીજા દિવસે, ફિલ્મે લગભગ 60 લાખ રૂપિયાની કમાણી કરી. આ સાથે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 1.05 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી-એનસીઆર અને પૂર્વ પંજાબ ફિલ્મની કમાણીમાં વધુ ફાળો આપે છે.

મેકર્સને સારા કલેક્શનની આશા છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એવી અપેક્ષા છે કે રવિવારે આ રકમ વધુ વધશે. જોકે, ફિલ્મની સમીક્ષાઓ જોયા બાદ લોકો ચહેરાને બદલે બેલ બોટમ જોવાનું પસંદ કરી રહ્યા છે, જે આ ફિલ્મના એક સપ્તાહ પહેલા થિયેટરોમાં રિલીઝ થઈ હતી. અક્ષય કુમારની બેલ બોટમ થિયેટરો ખોલ્યા બાદ રિલીઝ થયેલી પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ રિલીઝ થયાને 9 દિવસ વીતી ગયા છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મીની ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે કે પંજાબી ફિલ્મ ‘ચલ મેરે પુત 2’ એ પણ તેની સામે શાનદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મ આ શુક્રવારે પણ રિલીઝ થઈ હતી અને જો બે દિવસ માટે ફિલ્મનું કલેક્શન ઉમેરવામાં આવે તો આ ફિલ્મે અત્યાર સુધીમાં 1.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

ફિલ્મ ચેહરેના નિર્માતાઓએ આ ફિલ્મને OTT પ્લેટફોર્મને બદલે થિયેટરોમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો, જે કદાચ હવે નિર્માતાઓને મોંઘો પડી રહ્યો છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે, ઘણી ફિલ્મોનું સિનેમાઘરોમાં નિરાશાજનક પ્રદર્શન થયું છે, કારણ કે ઘણા પ્રતિબંધો અને માત્ર 50 ટકા બેઠક ક્ષમતા સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ફિલ્મની કમાણી સીધી અડધી થઈ જાય છે. જ્યારે સિનેમા હોલમાં દર્શકો ઓછા હશે, તો કમાણી પણ ઓછી થશે.

આ પણ વાંચો:- કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું

આ પણ વાંચો:- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર

 

Next Article