શું ‘RRR’ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડી શકશે ??

|

Mar 24, 2022 | 11:45 PM

એવું કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નહિ હોય કે, 2022 એ બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટનું વર્ષ છે. આલિયા ભટ્ટ એક પછી એક ફિલ્મ જગતમાં નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. આવતીકાલે જુનિયર NTR અને આલિયા ભટ્ટ સ્ટાર ફિલ્મ 'RRR' રજૂ થવા જઈ રહી છે.

શું RRR ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ અને બાહુબલી 2નો રેકોર્ડ તોડી શકશે ??
RRR Movie Poster

Follow us on

જુનિયર એનટીઆર, (Junior NTR) રામ ચરણ, (Ram Charan Teja) આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અજય દેવગન (Ajay Devgn) સ્ટારર ફિલ્મ ‘RRR’નું એડવાન્સ બુકિંગ ગઈકાલથી (23/03/2022) શરૂ થઈ ચૂક્યું છે. RRRના એડવાન્સ બુકિંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. RRRના એડવાન્સ બુકિંગ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એસ. એસ. રાજામૌલીની (S. S. Rajamouli) ફિલ્મ RRR ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ તોડી શકે છે. અમે તમને જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટ આ વર્ષે 2022ની સૌથી વ્યસ્ત બૉલીવુડ એક્ટ્રેસમાંની એક છે.

એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRR આવતીકાલે તા. 25/03/2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ‘બાહુબલી’ જેવી રેકોર્ડબ્રેક ફિલ્મ બનાવનારા સફળ ફિલ્મ નિર્માતા એસ. એસ. રાજામૌલી ફરી એકવાર ઈતિહાસ રચશે ? આવો પ્રશ્ન તમામ દર્શકોના મનમાં થઈ રહ્યો છે. હવે તેનો જવાબ તો આગામી બે દિવસ પછી એ સ્પષ્ટ થશે કે મેગા બજેટ ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર અજાયબી કરે છે કે પરિણામો સૌના અંદાજોથી વિપરીત આવશે. આ દિવસોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ કારણથી અત્યારે દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે શું એસ. એસ. રાજામૌલીની RRR આ ફિલ્મનો રેકોર્ડ તોડવામાં સફળ થશે?

અમે તમને જણાવી દઈએ કે, જુનિયર NTR, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘RRR’નું એડવાન્સ બુકિંગ ગઈકાલથી શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિંગમાં સામે આવેલા આંકડાઓ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બોક્સ ઓફિસ પર કેટલા કરોડની કમાણી સાથે RRR ઓપન થઈ શકે છે. RRR એ USAમાં પ્રસારિત થયેલા પ્રીમિયરમાં પણ $ 2.1 મિલિયનની કમાણી કરી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

અત્રે ઉલ્લેખનીય છે કે, RRRના એડવાન્સ બુકિંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હૈદરાબાદ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં RRRનું એડવાન્સ બુકિંગે પહેલાથી જ વેગ પકડ્યું છે. દેશ સિવાય વિશ્વના અન્ય ભાગોમાં પણ એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. બોલીવુડમાં આજકાલ સાઉથ ફિલ્મોના કલાકારોને સિલ્વર સ્ક્રીન પર નિહાળવા માટે તેમના ચાહકો તલપાપડ થઇ રહ્યા છે.

RRR હિન્દી વર્ઝને એડવાન્સ બુકિંગમાં રૂ. 2.5 કરોડની કમાણી કરી છે. જયારે દક્ષિણ ભાષાઓના વર્ઝનમાં RRR ટિકિટ ઝડપથી વેચાઈ રહી છે. અમે તમને જણાવી દઈએ કે, ‘બાહુબલી 2’ એ ફિલ્મ રિલીઝ થયાના પહેલા દિવસે તમામ ભાષાઓમાં લગભગ રૂ. 121 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે RRRના એડવાન્સ બુકિંગ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મ ‘બાહુબલી 2’નો રેકોર્ડ પણ તોડી શકે છે.

આ પણ વાંચો – સિંગર જુબિન નૌતીયાલે કરી અભિનેત્રી નિકિતા દત્તા સાથે ગુપચુપ રીતે સગાઇ, વાયરલ તસવીરો આવી સામે

Next Article