Breaking News: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન, અમિતાભ બચ્ચન અને અન્ય સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી

Dharmendra deol passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા.

Breaking News: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન, અમિતાભ બચ્ચન અને અન્ય સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી
Dharmendra deol passes away
| Updated on: Nov 24, 2025 | 2:43 PM

હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્રનું આજે 24 નવેમ્બર, 89 વર્ષની વયે અવસાન થયું. IANS અનુસાર, અભિનેતાનું આજે અવસાન થયું છે. અભિનેતાના ઘરે એક એમ્બ્યુલન્સ આવી, જેના કારણે તેમના ચાહકોમાં ફરી દુ:ખ ફરી વળ્યું છે. અગાઉ તેમના મૃત્યુની અફવાઓએ સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાવી હતી. ધર્મેન્દ્રએ હવે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાનું અવસાન તેમના 90મા જન્મદિવસ પહેલા થયું છે. તેઓ 8 ડિસેમ્બર, 2025 ના રોજ તેમનો 90મો જન્મદિવસ ઉજવવાના હતા. તેના પરિવાર તરફથી કે કોઈ નજીકના સભ્યો તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન હજુ સુધી આવ્યું નથી.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેઓ 89 વર્ષના હતા. “હી-મેન” તરીકે જાણીતા આ અભિનેતાના અવસાનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસો માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અને ઘરેથી જ તેમની સારવાર ચાલી રહી હતી.

IANS અહેવાલ મુજબ ધર્મેન્દ્રનું અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. તેમનો જન્મ 8 ડિસેમ્બર, 1935 ના રોજ પંજાબના નસરાની ગામમાં થયો હતો.

તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી

ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર, 2025 ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 10 નવેમ્બરના રોજ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમનો આખો પરિવાર તેમને મળવા હોસ્પિટલમાં ગયો. હેમા માલિની, સની દેઓલ, એશા દેઓલ, કરણ દેઓલ, રાજવીર દેઓલ અને અભય દેઓલ બધા હાજર રહ્યા હતા.

ધર્મેન્દ્રની 65 વર્ષની લાંબી કરિયર

તેણે 1960 માં ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” થી તેની અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 1961ની ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યો હતો. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં એક્ટિવ રહ્યા. તેણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગનુ (1973), અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

 

2023માં આવેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. તેણે આ ફિલ્મમાં શબાના આઝમીને ચુંબન કર્યું હતું, જેની ઘણી ચર્ચા થઈ હતી. તે 2024માં રિલીઝ થયેલી તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં પણ દેખાયો હતો.

ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ

ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યા હતા. તેમના અવસાન પછી, તેમની છેલ્લી ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. તેઓ ફિલ્મ ’21’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ધર્મેન્દ્રનું અંગત જીવન

ધર્મેન્દ્રના અંગત જીવન વિશે વાત કરીએ તો તેમણે બે વાર લગ્ન કર્યા. તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. આ લગ્નથી તેમને ચાર બાળકો છે: સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ.

તેમના બીજા લગ્ન અભિનેત્રી હેમા માલિની સાથે થયા હતા. પ્રકાશે ધર્મેન્દ્રને છૂટાછેડા આપ્યા ન હતા, તેથી ધર્મેન્દ્રએ બીજો ધર્મ અપનાવ્યો અને ફરીથી લગ્ન કર્યા. હેમા માલિનીથી તેમને બે પુત્રીઓ છે: એશા દેઓલ અને અહાના દેઓલ.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

 

Published On - 1:55 pm, Mon, 24 November 25