AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમિતાભ બચ્ચનના ઘર પર ફાયરિંગનું પ્લાનિંગ! 2 શૂટરની ધરપકડ, મેડ સંધુની હત્યાના પણ આરોપી નીકળ્યા

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિકાસ ઠાકુર ઉર્ફે વિકી અને દીપક સિંહ ઉર્ફે દીપ તરીકે થઈ છે. વિકાસ જલંધરનો રહેવાસી છે, જ્યારે દીપક પંજાબના તરનતારનનો રહેવાસી છે.

Breaking News : અમિતાભ બચ્ચનના ઘર પર ફાયરિંગનું પ્લાનિંગ! 2 શૂટરની ધરપકડ, મેડ સંધુની હત્યાના પણ આરોપી નીકળ્યા
amitabh bacchan
| Updated on: Nov 16, 2026 | 9:49 AM
Share

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં આવેલા તેમના બંગલા ‘જલસા’ની બહાર ફાયરિંગ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 2 શંકાસ્પદ શૂટરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિદેશમાં બેઠેલા એક ગેંગસ્ટરના ઇશારે અમિતાભ બચ્ચનના ઘરની બહાર ગોળીબાર કરવાની યોજના બનાવવામાં આવી હતી.

અમિતાભ બચ્ચનના ઘર બહાર ફાયરિંગ કરવાની હતી યોજના

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિકાસ ઠાકુર ઉર્ફે વિકી અને દીપક સિંહ ઉર્ફે દીપ તરીકે થઈ છે. વિકાસ જલંધરનો રહેવાસી છે, જ્યારે દીપક પંજાબના તરનતારનનો રહેવાસી છે.

તપાસમાં ખુલાસો થયો છે કે દીપક સિંહને મુંબઈમાં વધુ સમય રોકાવા માટે સૂચના આપવામાં આવી હતી. તેનો હેતુ અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ની બહાર ફાયરિંગ કરવાનો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલો ગેંગસ્ટર અમિતાભ બચ્ચનને 1984ના શીખ વિરોધી રમખાણો અંગેના તેમના કથિત નિવેદનને લઈને નિશાન બનાવવા માગતો હતો. જોકે, અમિતાભ બચ્ચન અગાઉ આવા નિવેદનો આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે.

દિલ્હી અને મુંબઈમાં અલગ-અલગ ઓપરેશનમાં ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગુપ્ત માહિતીના આધારે દિલ્હી અને મુંબઈમાં અલગ-અલગ કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, વિકાસ ઠાકુરને મુંબઈથી દિલ્હી મોકલવામાં આવ્યો હતો. તેને દિલ્હીના એક વેપારી પર ખંડણીના ઇરાદે ફાયરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ હુમલામાં દીપક પણ તેની સાથે જોડાવાનો હતો. જોકે, પોલીસએ હુમલો થાય તે પહેલાં જ વિકાસને ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસ દરમિયાન દીપકનું લોકેશન મુંબઈમાં મળ્યું હતું, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યામાં પણ આરોપી

દીપક સિંહ અમૃતસરમાં 3 ઓક્ટોબરે થયેલી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યાના કેસમાં પણ વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યામાં તેની સાથે પલવિંદર ઉર્ફે કાકા પણ સામેલ હતો, જેની પંજાબ પોલીસે અગાઉ ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે વિકાસ ઠાકુર વર્ષ 2023થી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને ગેરકાયદેસર હથિયારો પૂરા પાડતો હોવાનો આરોપ છે. તે અન્ય ગુનાહિત નેટવર્ક સાથે પણ જોડાયેલો હોવાની આશંકા છે.

આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ હવે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર અને બંને આરોપીઓ વચ્ચેના સંબંધો, હથિયારોની વ્યવસ્થા તથા આ સમગ્ર ષડયંત્રમાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ કરી રહી છે. આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

રશ્મિ દેસાઈ સાથે છૂટાછેડાના 10 વર્ષ બાદ 44 વર્ષના નંદિશ સંધુએ કર્યા બીજા લગ્ન, તસવીર આવી સામે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ રીત: વચેટિયા અને કન્સલ્ટન્સી ફીનો ખેલ
ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ રીત: વચેટિયા અને કન્સલ્ટન્સી ફીનો ખેલ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
g clip-path="url(#clip0_868_265)">