Breaking News: તારક મહેતાના સેટ પરથી આવ્યા મોટા બ્રેકીંગ ન્યૂઝ, મિસિસ રોશન સોઢીએ અસિત મોદી વિરૂદ્ધ કરી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ શો ને કહ્યું અલવિદા

તારક મહેતાના સેટ પરથી આવ્યા મોટા બ્રેકીંગ ન્યૂઝ, મિસિસ રોશન સોઢીએ અસિત મોદી વિરૂદ્ધ કરી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ શો ને કહ્યું અલવિદા

Breaking News: તારક મહેતાના સેટ પરથી આવ્યા મોટા બ્રેકીંગ ન્યૂઝ, મિસિસ રોશન સોઢીએ અસિત મોદી વિરૂદ્ધ કરી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ શો ને કહ્યું અલવિદા
| Updated on: May 11, 2023 | 2:24 PM

ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘  (Taarak Mehta Ka Ooltah Chashmah )ફરી એકવાર ચર્ચામાં છે. ‘તારક મહેતા’માં રોશન સિંહ સોઢી (Roshan Sodhi)ની પત્નીનો રોલ કરનારી જેનિફર મિસ્ત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ‘મિસિસ સોઢી’નું પાત્ર ભજવી રહેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

Tv9 Bharatvarsh સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જેનિફરે કહ્યું કે ‘મારા 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે અને હું ખૂબ જ ખુશ છું. આ લોકો ખૂબ જ પાવરફુલ લોકો છે. તેઓ તમને ડરાવી રાખે છે. તેમની સામે મોઢું કેવી રીતે ખોલવું તે વિચારીને હું ડરી જતી.પરંતુ હવે ડર ખતમ થઈ ગયો છે.

આસિત કુમાર મોદી ઉપરાંત અભિનેત્રીએ પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.વેબસાઈટ E-Times અનુસાર, જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલા જ શૂટિંગથી દૂરી લીધી હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે સોહેલ અને જતીન બજાજે પણ અભિનેત્રીનું અપમાન કર્યું હતું.

 

 

આ પણ વાંચો : The Kerala Story : કેરલ સ્ટોરી 100 કરોડ ક્લબમાં સામેલ થવા માટે તૈયાર, અત્યારસુધી કર્યું શાનદાર કલેક્શન

‘મિસિસ સોઢી’એ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો

E-Times વેબસાઇટે જેનિફર મિસ્ત્રી બંસીવાલ તેનો સંપર્ક કર્યો, ત્યારે તેણે આ સમયે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. પરંતુ તેણે ચોક્કસ કહ્યું કે હા તેણે શો છોડી દીધો છે. મારો છેલ્લો એપિસોડ 6 માર્ચે આવ્યો હતો. પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ દ્વારા સેટ પર મારું અપમાન કર્યુ હતુ.

 

જેનિફરે એમ પણ કહ્યું કે કલાકારને અન્ય જગ્યાએ કામ ન કરવું, સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ ન કરવા જેવી ઘણી બાબતો માટે હેરાન કરવામાં આવે છે. સેટ પર લોકોનું વલણ તારક મહેતાની વાર્તા કરતાં સાવ અલગ છે. જેનિફરે કહ્યું કે જ્યારે તેણે 2019માં શો છોડવાની વાત કરી ત્યારે પ્રોડક્શન દ્વારા તેના દેખાવ અને ઉંમર વિશે ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

 

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

 

Published On - 12:54 pm, Thu, 11 May 23