Breaking News : 6 વર્ષ પહેલા 90 કિલોનો કુતરો સિંગરના હાઉસકીપરને કરડ્યો, કોર્ટે 124 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો

હોલિવુડના સ્ટાર ક્રિસ બ્રાઉન પર પોતાના હાઉસકીપરને 124 કરોડ રુપિયા આપવા પડશે. અંદાજે 6 વર્ષ પહેલા તેના પાલતું કુતરાએ હાઉસકીપરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો.

Breaking News : 6 વર્ષ પહેલા 90 કિલોનો કુતરો સિંગરના હાઉસકીપરને કરડ્યો, કોર્ટે 124 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો
Image Credit source: AI
| Updated on: Jul 03, 2026 | 10:54 AM

સિંગર અને ગીતરાઈટર ક્રિસ બ્રાઉનને કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. તેના ઘર પર કુતરાએ હાઉસકીપર પર હુમલો કર્યો હતો. ત્યારે હવે કોર્ટે સિંગરને હાઉસકીપરને 124 કરોડ રુપિયા આપવાનો આદેશ આપ્યો છે. પીપલ મેગેઝીનના રિપોર્ટ મુજબ આ મામલો 2020નો હતો. જેમાં હાઉસકીપર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોસ એન્જિલસ્ની એક જુરીએ મારિયા આવિલાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. જે બ્રાઉનનો પૂર્વ હાઉસકીપર હતો.

બ્રાઉને સુરક્ષા માટે હેડીઝ નામના 90 કિલોના કોકેશિયન શેફર્ડને પાળ્યો હતો. જેમણે હાઉસકીપર પર હુમલો કર્યો હતો. બિલબોર્ડ અનુસાર, બે અઠવાડિયાના ટ્રાયલ પછી, બ્રાઉન અને તેની કંપની, બ્લેક પિરામિડ એલએલસી, એવિલાને બેદરકારી બદલ 12.9 મિલિયન ચૂકવવા પડશે.

2020 સાથે જોડાયેલો છે મામલો

ટ્રાયલ દરમિયાન એવિલાએ જણાવ્યું કે, 2020માં જ્યારે તે ટાર્ઝાના ,કૈલિફોર્નિયા સ્થિત તેના ઘર પર કચરો બહાર ફેંકવા ગઈ હતી. તે દરમિયાન કુતરાએ તેના પર હુમલો કર્યો હતો. કુતરાના હુમલાને કારણે તેના ચાલવામાં પણ સમસ્યા થતી હતી. પીપીલના રિપોર્ટ અનુસાર અવિલાની બહેન પેટ્રીશિયા જે હુમલા સમયે કામ કરી રહી હતી. તેમને પણ 885,000 ડોલર અને અવિલાના પતિ ઓસ્કર ઓલિવાને 50,000 ડોલર આપ્યા છે. ટ્રાયલ દરમિયાન બ્રાઉને જણાવ્યું કે, કેવી રીતે તેમણે અવિલાને લોહીથી લથપથ જોઈ હતી.

ક્રિસ બ્રાઉને શું કહ્યું?

બીબીસી અનુસાર, બ્રાઉને ટ્રાયલ દરમિયાન કહ્યું, જ્યારે મેં લોહી જોયું ત્યારે હું ગભરાઈ ગયો હતો. તેમણે સમજાવ્યું કે જ્યારે તેઓ તેમના મેનેજરની સલાહ પર ઘટનાસ્થળેથી ભાગી ગયા ત્યારે તેઓ આઘાતમાં હતા. બ્રાઉને કહ્યું કે, તેમને લાગ્યું કે જો 911 કોલમાં તેમનો અવાજ સંભળાયો હોત અથવા પોલીસ આવી ત્યારે તેઓ હાજર હોત, તો તે મીડિયા સર્કસ બની ગયું હોત.

(No One Else) ગીત ગાનાર સિંગરનું કહેવું હતુ કે, એવિલા અને તેની બહેનને આ કુતરા પાસે ન જવાની ચેતવણી પણ આપી હતી કારણ કે, તેના મુજબ કુતરો બિલકુલ મિલનસાર ન હતો. બહેનનો દાવો છે કે, આવી કોઈ વાત ક્યારેય થઈ જ નથી. તેમણે ભાષાને લઈ કહ્યું કે, વાત કરવાની શક્યતા જ ન હતી. બ્રાઉને કહ્યું કે, તેમણે સુરક્ષા માટે કુતરો રાખ્યો હતો કારણ કે, તે હંમેશા સ્ટોકર જેવી સ્થિતિઓનો સામનો કરવો પડતો હતો.

 

હોલિવૂડ એ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ફિલ્મ ઉદ્યોગનું નામ છે. જેવી રીતે ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડથી ઓળખાય છે, અહી ક્લિક કરો

Follow Us