Breaking News : રીહાનાના ઘર પર ગોળીબાર, ટેસ્લા કારમાં સવાર એક મહિલાએ ગોળીબાર કર્યો

Rihanna House Firing : હોલિવુડની ફેમસ સિંગર રિહાનાના ઘર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ મામલે લોસ એન્જલસ પોલીસે 30 વર્ષીય મહિલાની અટકાયત કરી છે અને તપાસ કરી રહી છે. ગોળીબાર સમયે રિહાના તેના ઘરે હતી.

Breaking News :  રીહાનાના ઘર પર ગોળીબાર, ટેસ્લા કારમાં સવાર એક મહિલાએ ગોળીબાર કર્યો
| Updated on: Mar 09, 2026 | 1:14 PM

Rihanna House Firing :અમેરિકામાં લોસ એન્જલસના બેવર્લી હિલ્સમાં સિંગર રિહાનાના ઘર પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે રવિવારના રોજ એક 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે. આરોપ છે કે, મહિલાએ રિહાનાના ઘર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. જ્યારે આ હુમલો થયો તે દરમિયાન સિંગર ઘરની અંદર હતી. ફાયરિંગની આ ઘટના 8 માર્ચના બપોરના બની હતી.

મળતી માહિતી મુજબ પોલીસ એક્શનમાં આવી છે અને ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ફાયરિંગની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકેશનના આધાર પર એક આરોપીની ધરપકડ પણ કરી હતી.

 

 

 1,2 નહી 10 ગોળી ચલાવી

અધિકારીઓએ જણાવ્યું હતુ કે, આરોપી મહિલા પોતાની કારમાં હતી. ગાડીની અંદર બેસી રિહાનાના ઘર પર ફાયરિંગ કર્યું હતુ. ત્યારબાદ ત્યાંથી રવાના થઈ હતી. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટના રેડિયોથી જાણવા મળ્યું કે, સૌથી પહેલા ઘટનાની જાણકારી આપનારે જણાવ્યું હતુ કે, મહિલા સફેદ રંગની ટેસ્લા કારમાં આવી હતી અને અંદાજે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ.

પરિવાર સાથે આ ઘરમાં રહે છે રિહાના

જે ઘર પર ફાયરિંગ થયું ત્યાં 38 વર્ષ રિહાના તેના પતિ અને 3 બાળકો સાથે આ ઘરમાં રહે છે. આ ઘટના દરમિયાન પણ રિહાના ઘરની અંદર હતી. રિહાનાના ચાહકો માટે સારા સમાચાર એ છે કે, રિહાના હાલ સુરક્ષિત છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. પરંતુ હજુ સુધી આરોપીની માહિતી સામે આવી નથી. આ સિવાય પોલીસ ફાયરિંગ વિશે વધુ તપાસ હાથ ધરી રહી છે.

લોસ એન્જલસ પોલીસ હાલમાં ફાયરિંગની તપાસ કરી રહી છે. રીહાનાએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તમને જણાવી દઈએ કે, રિહાના ત્યારથી ફેમસ છે જ્યારે તે જામનગરમાં અંબાણી પરિવારના લગ્નમાં આવી હતી.આ માટે તેમણે ખુબ મોટો ચાર્જ પણ લીધો હતો.

 

ખટારા ભરીને જામનગર આવી હતી લગ્નમાં , 3 બાળકોની માતા રિહાનાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

 

Published On - 12:57 pm, Mon, 9 March 26