Breaking News : ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ કરી આત્મહત્યા, વારાણસીની હોટલમાંથી મળ્યો મૃતદેહ

Bhojpuri Actress Akanksha Dubey death : ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આપઘાત કર્યો છે. તેમની ઉંમર 25 વર્ષની હતી.

Breaking News : ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ કરી આત્મહત્યા, વારાણસીની હોટલમાંથી મળ્યો મૃતદેહ
| Updated on: Mar 26, 2023 | 1:18 PM

Bhojpuri Actress Akanksha Dubey Suicide : રવિવારની સવાર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ માટે ખરાબ સમાચાર લઈને આવી છે. ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આત્મહત્યા કરી લીધી છે. તેમની ઉંમર 25 વર્ષની હતી. વારાણસીની એક હોટલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

આ પણ વાંચો : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની તસવીરે હોળી પર મચાવી ધૂમ, ફેન્સે કહ્યું- આ છે અસલી રંગ

ડાન્સનો ખૂબ જ હતો શોખ

અહેવાલો અનુસાર આકાંક્ષા દુબેએ હોટલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાત્રે શૂટિંગ કરીને હોટલ પહોંચી હતી. જણાવી દઈએ કે આકાંક્ષા દુબેનો જન્મ 21 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયો હતો. આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહેતી હતી. તેની પ્રોફાઇલ જોઈને ખબર પડે છે કે તેને ડાન્સનો ખૂબ જ શોખ હતો. ઈન્સ્ટા પર આકાંક્ષા દુબેના લગભગ 17 લાખ ફોલોઅર્સ છે.

ગીત આજે જ થયું રિલીઝ

આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આકાંક્ષા સિંહનું વીડિયો સોંગ આજે જ રિલીઝ કરવામાં આવ્યું છે. વીડિયો સોંગમાં તે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે દેખાઈ રહી છે. આ ગીતનું પોસ્ટર આકાંક્ષા દુબેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ગીતના બોલ છે ‘યે આરા કભી નહીં હારા’.

તમને જણાવી દઈએ કે વીડિયો ગીતો સિવાય આકાંક્ષા દુબેએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Published On - 1:00 pm, Sun, 26 March 23