બોની કપૂરે ફોટો પડાવવા માટે દુર કર્યું માસ્ક, Janhvi Kapoorએ બધાની સામે આવી રીતે લગાવી ક્લાસ, જુઓ વીડિયો

અભિનેત્રી જ્હાનવી કપૂર (Janhvi kapoor) તેના પિતા બોની કપૂર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પિતા બોની કપૂરને માસ્ક ઉતારવાની ના પાડી દીધી છે.

બોની કપૂરે ફોટો પડાવવા માટે દુર કર્યું માસ્ક, Janhvi Kapoorએ બધાની સામે આવી રીતે લગાવી ક્લાસ, જુઓ વીડિયો
Boney Kapoor, Janhvi Kapoor
| Edited By: | Updated on: Oct 20, 2021 | 6:36 PM

બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર (Janhvi Kapoor) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અભિનેત્રી ઘણીવાર તેના સુંદર ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રી મિત્રો સાથે મસ્તી કરતી વખતે તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયોઝ શેર કર્યા છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ નો મેકઅપ લૂકમાં પોતાની તસ્વીરો શેર કરી છે.

 

અભિનેત્રી તેના પિતા બોની કપૂર (Boney Kapoor) અને બહેન ખુશી કપૂર સાથે ખાસ બોન્ડ શેર કરે છે. તાજેતરમાં અભિનેત્રી તેના પિતા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાપરાઝી જ્હાનવી અને બોની કપૂરને એક સાથે ફોટો ક્લિક કરવા માટે કહે છે. જ્હાનવી બ્લેક ટોપ સાથે વાદળી પેન્ટ પહેરેલી જોવા મળે છે.

 

 

પાપરાઝીને પણ આપ્યો ઠપકો

આ દરમિયાન કેમેરામેન બોની કપૂરને માસ્ક હટાવવા માટે અપીલ કરે છે. જ્યારે બોની કપૂરે માસ્ક હટાવા લાગે છે, ત્યારે જ્હાનવીએ માસ્ક હટાવવાની ના પાડી દે છે. આના પર ફોટોગ્રાફરો કહે છે કે કશું થશે નહીં. જેના પર જ્હાનવીએ પાપરાઝીઓને ઠપકો આપ્યો અને કહ્યું કે ના, ખોટી સલાહ ન આપો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

વીડિયોમાં અભિનેત્રીનું તેના પિતા પ્રત્યે પ્રોટેક્ટિવ વ્યવહાર જોવા મળે છે. માતા શ્રીદેવીના મૃત્યુ બાદ જ્હાનવી તેના પિતાની વધુ કાળજી લે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

 

આ ફિલ્મોમાં જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીના હાથમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. અભિનેત્રી ગુડ લક જેરી (Good Luck Jerry) અને દોસ્તાના 2 (Dostana 2)માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે ગુડ લક જેરી 2018ની તમિલ ફિલ્મ Kolamavu Kokilaની હિન્દી રિમેક છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા બનાવવામાં આવી છે. અભિનેત્રી તાજેતરમાં હોરર કોમેડી ફિલ્મ રુહી (Roohi)માં જોવા મળી હતી. તેમણે ધડક (Dhadak) ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

 

 

આ પણ વાંચો :- Aryan Khanની ધરપકડ બાદ મચેલા ઘમાસાણ પર જાવેદ અખ્તરે કહ્યું – ભોગવવી પડશે હાઈ પ્રોફાઈલ હોવાની કિંમત

 

આ પણ વાંચો :- Special Ops 1.5 Trailer: રસપ્રદ રહેશે હિંમત સિંહની વાર્તા, આફતાબ પણ બનશે નવા મિશનનો ભાગ