
વિકી કૌશલ અને સારા અલી ખાન હાલમાં તેમની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના (Zara Hatke Zara Bachke) પ્રમોશન માટે દેશભરમાં ફરે છે. હાલમાં જ વિકી-સારા પોતાની ફિલ્મના પ્રમોશન માટે રાજસ્થાનના અલગ-અલગ શહેરોમાં પહોંચ્યા હતા, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સારા અલી ખાનની અનોખી સ્ટાઈલ તેની ફિલ્મના પ્રમોશન ઈવેન્ટમાં પણ જોવા મળે છે. હાલમાં સારાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રાજસ્થાનના જયપુરમાં શોપિંગ કરતી જોવા મળી રહી છે. સારા અલી ખાનની સાથે વિકી કૌશલ પણ છે જે તેને પૂરો સપોર્ટ આપી રહ્યો છે.
સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘સૌમ્યા અને કપિલ જયપુરમાં.’ વીડિયોમાં જોવા મળે છે કે સારા અલી ખાન સૌથી પહેલા એક દુકાનમાંથી રાજસ્થાની બાંધણીના દુપટ્ટા ખરીદે છે, ત્યારબાદ તે ચપ્પલની દુકાને જાય છે અને વિકી કૌશલ સાથે તેના મોર ડિઝાઈનના ચપ્પલ તેના દર્શકોને બતાવે છે. આ પછી કપિલ અને સૌમ્યા એટલે કે સારા અલી ખાન અને વિકી કૌશલ જયપુરમાં હવા મહેલની સામે પોઝ આપે છે. આ બંનેનો આ વીડિયો જોઈને ફેન્સ પણ સવાલ કરી રહ્યા છે કે આ બંને સેલેબ્સ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે કે પછી વેકેશન માટે ગયા છે.
આ પણ વાંચો : Sonam Bajwa : મુંબઈના રસ્તાઓ પર ઓટો રાઈડ અને ફેન્સ સાથે ડાન્સ, ધૂમ મચાવી રહ્યો છે સોનમ બાજવાનો આ Video
સારા-વિકી રાજસ્થાનમાં એક પરિવારને પણ મળ્યા જ્યાં 170 લોકો સાથે રહે છે. સારા અને વિકીએ આ પરિવાર સાથે લંચ પણ કર્યું અને ચૂલા પર રોટલી બનાવી. વિકી કૌશલે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, તો સારાએ તેનો વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે સારા અલી ખાને આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું છે. જ્યાંથી પરત આવ્યા બાદ સારા અલી ખાને પોતાની ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. આ ફિલ્મ સિવાય સારા અલી ખાન ફિલ્મ ‘એ વતન મેરે વતન’ અને ‘મર્ડર મુબારક’માં જોવા મળશે.
Published On - 5:53 pm, Tue, 23 May 23