AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ‘Dhurandhar’ નો લાઈફટાઈમ રેકોર્ડ તોડી શકશે યશની ‘Toxic’? ઓપનિંગ ડેના કલેક્શનથી સમજો ‘આખું ગણિત’

સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ 'Toxic' આજે 26 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. પહેલા જ દિવસે કમાણીના મામલે આ ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરી છે. પહેલા જ દિવસે જબરદસ્ત ઓપનિંગ મેળવ્યા બાદ હવે ચર્ચા છે કે, શું આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરશે? શું યશની આ ફિલ્મ 'Dhurandhar' નો ઓલ ટાઈમ રેકોર્ડ તોડી શકશે?

શું 'Dhurandhar' નો લાઈફટાઈમ રેકોર્ડ તોડી શકશે યશની 'Toxic'? ઓપનિંગ ડેના કલેક્શનથી સમજો 'આખું ગણિત'
| Updated on: Aug 26, 2026 | 8:20 PM
Share

સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic) ને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. Toxic આજે 26 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક દર્શકો ફિલ્મથી નારાજ પણ દેખાઈ રહ્યા છે.

આમ છતાંય, ‘Toxic’ એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે અને કમાણીના મામલે જબરદસ્ત પ્રદર્શન કરતી નજરે પડી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું યશની આ ફિલ્મ રણવીર સિંહની ‘Dhurandhar’ ના લાઈફટાઈમ બોક્સ ઓફિસ રેકોર્ડને તોડી શકશે?

Dhurandhar નો રેકોર્ડ તૂટશે?

સેકનિલ્ક (Sacnilk) ના જણાવ્યા અનુસાર, બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં ‘Toxic’ એ ભારતમાં 54.85 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું છે, જ્યારે ફિલ્મની ગ્રોસ કમાણી 64.72 કરોડ રૂપિયા રહી છે. ફિલ્મ માટે પહેલા દિવસે દેશભરમાં કુલ 13,556 શો રાખવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, દિવસનું ફાઈનલ કલેક્શન આવે તે પહેલા જ ‘Toxic’ એ ‘Dhurandhar’ ના ઓપનિંગ ડે કલેક્શનને પાછળ છોડી દીધું.

રિપોર્ટ અનુસાર, ‘Dhurandhar’ એ પહેલા દિવસે ભારતમાં 28.60 કરોડ રૂપિયા નેટ અને 33.60 કરોડ રૂપિયા ગ્રોસ કમાયા હતા. પાછળથી આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય થ્રિલરે ભારતમાં 840.20 કરોડ રૂપિયા અને દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

રસ્તો સરળ દેખાઈ રહ્યો નથી

એવામાં જો ‘Toxic’ આગામી 2-3 અઠવાડિયા સુધી આ જ ઝડપે કમાણી કરતી રહેશે તો, તે ‘Dhurandhar’ નો રેકોર્ડ તોડી શકે છે. જો કે, ફિલ્મને મળી રહેલા મિશ્ર પ્રતિસાદને જોતા હાલમાં આ રસ્તો સરળ દેખાઈ રહ્યો નથી.

‘Toxic’ ની વાર્તા આઝાદી પછીના ગોવામાં રહેતા એક ગેંગસ્ટરની આસપાસ ફરે છે. ફિલ્મમાં વફાદારી, નૈતિકતા અને પોતાના જીવનને વધુ સારું બનાવવાની કોશિશ બતાવવામાં આવી છે. હિંસા અને ઈર્ષ્યાથી ભરેલી આ દુનિયામાં મુખ્ય પાત્ર પ્રેમ અને મુક્તિની શોધ કરે છે.

ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી ‘Toxic’ માં યશની સાથે નયનતારા, કિયારા અડવાણી, રુકમિણી વસંત, હુમા કુરેશી, તારા સુતારિયા, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.

17 વર્ષ પછી સાથે આવ્યા ‘અક્ષય-સૈફ’, ‘Haiwaan’ બોક્સ ઓફિસ પર ‘હિટ’ જશે કે ‘ફુસ’ થશે?

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
g clip-path="url(#clip0_868_265)">