મહેશ બાબુ માટે ખરાબ સપના જેવું હતું આ વર્ષ, પહેલા ભાઈ, પછી માતા અને હવે પિતાનું અવસાન

|

Nov 15, 2022 | 3:56 PM

તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) માટે આ વર્ષ ખૂબ જ દુઃખદ રહ્યું છે. મોટા ભાઈ અને માતા બાદ હવે એક્ટરના પિતાનું પણ નિધન થઈ ગયું છે.

મહેશ બાબુ માટે ખરાબ સપના જેવું હતું આ વર્ષ, પહેલા ભાઈ, પછી માતા અને હવે પિતાનું અવસાન
mahesh babu

Follow us on

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ માટે વર્ષ 2022 કોઈ ખરાબ સપનાથી ઓછું નથી. આ વર્ષે મહેશ બાબુએ તેના પરિવારના ત્રણ નજીકના સભ્યો ગુમાવ્યા છે. એક્ટરે પહેલા તેના મોટા ભાઈ, પછી તેની માતા અને હવે તેના પિતા ગુમાવ્યા છે. આ સતત દુઃખમાંથી બહાર નીકળવું કોઈના માટે સરળ નથી. મહેશ બાબુ અને તેના પરિવાર પર દુ:ખનો આ પહાડ તૂટી પડતાં તેના ફેન્સ પણ ચિંતિત છે.

સપ્ટેમ્બરના અંતમાં માતનું થયું નિધન

મહેશ બાબુ પોતાની ફિલ્મોથી ફેન્સનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતા નથી, પરંતુ આ સમય તેના માટે ઘણો મુશ્કેલ છે. હંમેશા હસતા રહેતા મહેશ બાબુ આ વર્ષે સતત દુ:ખનો સામનો કરી રહ્યો છે. લગભગ દોઢ મહિના પહેલા 28 સપ્ટેમ્બર 2022ના રોજ મહેશ બાબુને સૌથી મોટો આઘાત લાગ્યો જ્યારે તેમની 70 વર્ષની માતાનું નિધન થયું. મહેશ બાબુની માતાનું નામ ઈન્દિરા દેવી હતું. લાંબી બીમારી બાદ હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

મહેશ બાબુની માતા

વર્ષની શરૂઆતમાં મોટો ભાઈનું થયું નિધન

આ વર્ષની શરૂઆત મહેશ બાબુ માટે ખૂબ જ ખરાબ સમાચાર સાથે થઈ. 8 જાન્યુઆરીએ મહેશના મોટા ભાઈ અને એક્ટર-નિર્માતા રમેશ બાબુએ આ દુનિયાને અલવિદા કહ્યું. રમેશ બાબુ 56 વર્ષના હતા. રિપોર્ટ્સ મુજબ રમેશને લિવર સંબંધિત બિમારી હતી. જે સમયે મહેશે તેના મોટા ભાઈને ગુમાવ્યો હતો, તે સમયે તે કોરોના વાયરસથી સંક્રમિત હતો. તેને પોતાના ભાઈ માટે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી.

વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર

હવે પિતાનું થયું નિધન

મહેશ બાબુ પોતાના મોટા ભાઈ અને પછી માતાને ગુમાવવાના આઘાતમાંથી બહાર આવી રહ્યા હતા કે હવે તેમના પર મુસીબતોનો બીજો પહાડ તૂટી પડ્યો. સોમવારે જ એવી માહિતી મળી હતી કે મહેશના પિતા કૃષ્ણાને હાર્ટ એટેક આવ્યો છે અને તેમને હૈદરાબાદની કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં એક ડોક્ટરને એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે 20 મિનિટ સુધી સીપીઆર આપ્યા બાદ કૃષ્ણાનો જીવ બચી ગયો હતો.

મહેશ બાબુના પિતા

પરિવારના સભ્યો અને ફેન્સ તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા કે મંગળવારે સવારે કૃષ્ણાના મૃત્યુના સમાચાર આવ્યા. આ સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ફેન્સની સાથે સાથે ઘણા સ્ટાર્સ પણ આ સમાચારથી હેરાન થઈ ગયા હતા. પણ મહેશને સૌથી વધુ દુ:ખ થયું. તેના પિતા તેને છોડીને ચાલ્યા ગયા. કૃષ્ણાની ઉંમર 79 વર્ષની હતી.

Next Article