‘હુનરબાઝ’ના સેટ પર ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડવા લાગી પરિણીતી ચોપરા, જાણો શું છે કારણ

|

Dec 26, 2021 | 9:45 PM

પરિણીતી ચોપરા (Parineeti Chopra) હવે ફિલ્મ નિર્માતા કરણ જોહર અને પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે ટેલેન્ટ રિયાલિટી શો 'હુનરબાઝ'ને જજ કરશે.

હુનરબાઝના સેટ પર ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડવા લાગી પરિણીતી ચોપરા, જાણો શું છે કારણ
Parineeti Chopra

Follow us on

પરિણીતી ચોપરા (Parineeti Chopra) હવે ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) અને પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે ટેલેન્ટ રિયાલિટી શો ‘હુનરબાઝ’ને (Hunarbaaz) જજ કરશે. શોના એક પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે મુંબઈમાં એક સ્પર્ધકના સંઘર્ષની વાર્તા સાંભળીને પરિણીતી ભાવુક થઈ જાય છે.

 

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી

વૂટે સોશિયલ મીડિયા પર આગામી એપિસોડનો પ્રોમો શેર કર્યો, જેમાં એક સ્પર્ધક સ્ટન્ટ્સ કરતો દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં ‘એ દિલ હૈ મુશ્કિલ’ ગીત વાગી રહ્યું છે. તે મુંબઈમાં તેના સંઘર્ષના દિવસો વિશે પણ વાત કરતો જોવા મળે છે. તે કહે છે, “મુંબઈ પહોંચ્યા પછી મેં ઘણો સંઘર્ષ કર્યો.

 

 

મારી પાસે રહેવા માટે જગ્યા ન હતી તેથી હું એક ઝાડ નીચે રહેતો હતો. મને આશા હતી કે કોઈ મને ખાવાનું આપશે અથવા કોઈ મને પૈસા આપશે જેથી હું ઘરે પાછો જઈ શકું.” આ બધી વાતો સાંભળીને પરિણીતી પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહીં અને રડવા લાગી ત્યારબાદ જોહર તેને સાંત્વના આપતો જોવા મળ્યો હતો.

 

 

કરણે તાજેતરમાં શોનો બીજો પ્રોમો શેર કર્યો હતો, જેમાં તેણે પરિણીતી અને મિથુનને જજ તરીકે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાને હોસ્ટ તરીકે રજૂ કર્યા હતા. તેણે તેને કેપ્શન આપ્યું, “દેશભરની પ્રતિભાઓ માટે એક ખુલ્લું પ્લેટફોર્મ. #hunarbaazdeshkishan”

 

 

પરિણીતીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ટીવી ડેબ્યુ વિશે એક નોંધ લખી છે. તેણે લખ્યું, “હું હંમેશાથી ટીવી પ્રત્યેના મારા પ્રેમથી વાકેફ છું. હું લાઈવ પ્રેક્ષકો સાથે સ્ટેજ પર સૌથી વધુ આરામદાયક છું અને લોકોને મળવાનું અને તેમની વાર્તાઓ સાંભળવાનું ઝનૂન રાખુ છું, તેથી ટીવી હંમેશા કુદરતી રીતે યોગ્ય લાગે છે.

 

 

હવે પડકાર માત્ર યોગ્ય શો શોધવાનો હતો. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે હું નિર્ણાયક ટેબલ પર જ્યુરીમાં દિગ્ગજ કલાકારો – કરણ અને મિથુન દા સાથે જોડાઈશ. હું તેમની સાથે આ પ્રવાસ પર જવા માટે ઉત્સાહિત છું.

 

 

આ પણ વાંચો – Lucknow: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઈલ યુનિટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ”એવી શક્તિ હોવી જોઈએ કે કોઈ નજર ઉઠાવીને પણ ન જુએ”

આ પણ વાંચો – IND vs SA: આફ્રિકાની બાદશાહત ખતમ કરવાનુ ટીમ ઇન્ડિયાનુ લક્ષ્ય, ફેન્સ બોલ્યા ‘કોહલી સેના તૈયાર, જીતેંગે આફ્રિકા અબ કી બાર’

Next Article