
The Kerala Story Producer : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મોથી લોકોનું મનોરંજન કરનારા વિપુલ અમૃતલાલ શાહ હવે નવી ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ હતી. જ્યારે ફિલ્મને લઈને વિવાદ વધી ગયો ત્યારે મેકર્સે ટ્રેલર એડિટ કરવું પડ્યું. હવે આ ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે અને આશા છે કે આ ફિલ્મ કમાણીની બાબતમાં પણ ઘણા નવા રેકોર્ડ બનાવશે.
આ પણ વાંચો : The Kerala Story Movie Public Review: મહિલાની દર્દનાક કહાની દર્શાવે છે આ ફિલ્મ, દર્શકોએ કહ્યું- મસ્ટ વોચ
આ ફિલ્મનું નિર્માણ કરનારા વિપુલ અમૃતલાલ શાહ તેના લેખક પણ છે અને તેમણે દિગ્દર્શક સુદીપ્તો સેન સાથે મળીને આ ફિલ્મના લેખન પર કામ કર્યું છે. આ ફિલ્મમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં છે, જે સતત ચાહકોને આ ફિલ્મ જોવા માટે પ્રેરિત કરતી જોવા મળી હતી. ફિલ્મને લઈને કેરળમાં વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. આ કારણે રિલીઝના પહેલા દિવસે જ્યાં તેને 50 સ્ક્રીન્સ પર રિલીઝ કરવાની વાત કહેવામાં આવી હતી, તે માત્ર 17 સ્ક્રીન્સ પર જ રિલીઝ થઈ છે.
વિપુલની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું છે. તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો. તેણે અમિતાભ બચ્ચન સાથે આંખ, વક્ત, અક્ષય કુમાર સાથે નમસ્તે લંડન, એક્શન રિપ્લે અને સલમાન ખાન સાથે લંડન ડ્રીમ્સ જેવી ફિલ્મો બનાવી છે.
આ સિવાય તેણે અક્ષય કુમારની ફિલ્મ સિંઘ ઈઝ કિંગ, જોન અબ્રાહમની સુપરહિટ ફિલ્મ સિરીઝ ફોર્સ અને વિદ્યુત જામવાલની સફળ સિરીઝ કમાન્ડો પ્રોડ્યુસ કરી છે. હવે તે ધ કેરલા સ્ટોરી સાથે ચાહકો વચ્ચે છે, જે વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સનો રેકોર્ડ તોડી નાખશે.
વિપુલ અમૃતલાલ શાહ બે દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે. સાથે જ તેમની પત્ની શેફાલી શાહ પણ લાંબા સમયથી ફિલ્મોમાં સક્રિય છે. અભિનેત્રીએ તેની કરિયરની શરૂઆત વર્ષ 1995માં ફિલ્મ રંગીલાથી કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાન અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં હતા. શેફાલી 3 દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે.
વિપુલ અમૃતલાલ શાહ ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેમના પર Me Too મોમેન્ટ હેઠળ જાતીય સતામણીનો આરોપ લાગ્યો. સેક્રેડ ગેમ્સમાં જોવા મળેલી અભિનેત્રી અલનાઝ નૌરોજીએ તેમના પર આ આરોપ લગાવ્યો હતો. આ પછી તેની ઘણી ટીકા થઈ હતી. પરંતુ બાદમાં આ મામલે નિર્માતાને પણ ક્લીનચીટ આપવામાં આવી હતી. નિર્માતા તરીકે વિપુલની આગામી ફિલ્મ ફોર્સ 3 છે, જે 2024માં રિલીઝ થશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…