કોણ છે સિંગર Varsha Singh Dhanoa ? ગીત પર ઘણી રીલ બની રહી છે, કૈલાશ ખેર-તોશી સાબરી પર લગાવ્યો છે મીટુનો આરોપ

Kon Disa Mein Singer Varsha Singh Dhanoa : શું તમે 'કૌન દિશા મેં' સિંગર વર્ષા સિંહ ધનોઆ વિશે જાણો છો? તેમનું આ ગીત આ દિવસોમાં યુટ્યુબથી લઈને અન્ય મ્યુઝિક પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો તેના ગીતો પર રીલ બનાવી રહ્યા છે.

કોણ છે સિંગર Varsha Singh Dhanoa ? ગીત પર ઘણી રીલ બની રહી છે, કૈલાશ ખેર-તોશી સાબરી પર લગાવ્યો છે મીટુનો આરોપ
Who is Singer Varsha Singh Dhanoa
| Edited By: | Updated on: May 07, 2023 | 11:44 AM

Who is Singer Varsha Singh Dhanoa : આજકાલ સોશિયલ મીડિયાથી લઈને લોકોના મોબાઈલની કોલર ટ્યુન પર એક જ ગીત છે. લોકો આ ગીત પર જોરદાર રોમેન્ટિક અને એડવેન્ચર રીલ્સ બનાવી રહ્યા છે. આ ગીત લોન્ચ થયા બાદથી જ ટ્રેન્ડીંગ લિસ્ટમાં છે. આ ગીતનું નામ ‘કૌન દિશા મેં’ છે. આ 1982ની સુપરહિટ ફિલ્મ નદિયા કે પારના ગીતકૌન દિશા મેં લેકર ચલા રે બટુહિયા’નું રિપ્રાઇઝ વર્ઝન છે. તે ગાયક વર્ષા સિંહ ધનોઆએ ગાયું છે. આ ગીતથી વર્ષા લાઈમ લાઈટમાં આવી ગઈ છે. શું તમે વર્ષાને જાણો છો? ગીત સાંભળ્યા અને જોયા પછી લોકોને લાગે છે કે વર્ષા નવી સિંગર છે પરંતુ તેવું નથી.

આ પણ વાંચો : Singer Altaf Raja : ‘તુમ તો ઠહરે પરદેસી’ ગીત ગાનારા અલ્તાફ રાજા અત્યારે ક્યાં છે? તેણે ગુજરાતીમાં પણ ગાયા છે ગીતો

વર્ષા સિંહ ધનોઆ (Varsha Singh Dhanoa) બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી સંઘર્ષ કરી રહી હતી પરંતુ કેટલીક ઘટનાઓએ તેને બોલિવૂડથી દૂર રહેવા મજબૂર કરી. વર્ષા જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેની જાતીય સતામણી થઈ હતી. તેણે વર્ષ 2018માં MeToo મુવમેન્ટ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે ગાયક કૈલાશ ખેર અને સંગીત નિર્દેશક તોશી સાબરી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

વીડિયો પોસ્ટ કરીને Metooનો આરોપ લગાવ્યો હતો

વર્ષા સિંહ ધનોઆએ ઓક્ટોબર 2018માં તોશી સાબરી પર આરોપ લગાવતા ANIને નિવેદન આપ્યું હતું, “અમે તેમની કારમાં હતા અને મેં તેમને (તોશી સાબરી)ને પૂછ્યું કે અમે કેટલા સમય સુધી રેકોર્ડ કરવા જઈશું. તેણે મને કહ્યું કે અમે જલ્દી ઉપર જઈશું અને પછી રેકોર્ડ કરીશું. આ દરમિયાન કારમાં બેસીને તેણે દારૂની બોટલ કાઢી હતી અને પીવાનું શરૂ કર્યું હતું. તેણે મારી જાંઘોને સ્પર્શ કર્યો, મેં તેને કહ્યું કે આ તદ્દન ખોટું છે.”

વર્ષા સિંહે કહ્યું કે, તે સમયે તેણે કહ્યું હતું કે આવું ફરી નહીં થાય. તેણે કહ્યું, “અમે ઉપર ગયા અને મેં જોયું કે અમે એકલા હતા. પછી તેણે કહ્યું કે તે પ્રેમ કરવા માંગે છે અને તેણે મને ખૂબ દબાણ કર્યું. મેં તેને કહ્યું કે મારી સગાઈ થઈ ગઈ છે. પરંતુ હવે તે કહી રહ્યો છે કે મારા તમામ આરોપો પાયાવિહોણા છે. આ સિવાય વર્ષાએ કૈલાશ ખેર પર એક વીડિયો પોસ્ટ કરીને Metooનો આરોપ લગાવ્યો હતો.

વર્ષા સિંહે કૈલાશ ખેર પર Metooનો આરોપ લગાવ્યો

વર્ષા સિંહ ધનોઆએ કૈલાશ ખેર પર આરોપ લગાવ્યો હતો કે, કૈલાશ ખેર તેને આકર્ષી રહ્યો હતો અને તેની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે કૈલાસને આમ કરવાની મનાઈ કરી. વર્ષાએ કહ્યું હતું કે તે આ ઘટનાથી ચોંકી ગઈ હતી. કારણ કે તે કૈલાસને પોતાનો ‘ગુરુ’ માને છે. આટલા મોટા સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર પર આરોપ લગાવ્યા બાદ વર્ષાને ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળી શક્યું.

‘કૌન દિશા મેં’ ગીતને 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે

આ પછી વર્ષા સિંહ ધનોઆએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી અને બોલિવૂડ ગીતોના રિપ્રાઇઝ વર્ઝન ગાવાનું શરૂ કર્યું. પરંતુ તે યુટ્યુબ પરથી પણ ગાયબ થઈ ગઈ હતી. લગભગ 3 વર્ષ પછી તેણે આ વર્ષની શરૂઆતમાં તેના ઓરિઝિનલ ગીતો સાથે કમબેક કર્યું. ‘કૌન દિશા મેં’ તેનું પહેલું ગીત છે, જેને 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. સિંગર હોવાની સાથે-સાથે વર્ષા રિયાઝ ટીવી અને ગ્રુવી બેબી સ્ટુડિયોની એક સંગીતકાર અને ફાઉન્ડર પણ છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…