કોણ છે પશ્મિના રોશન? સુંદરતા અને ગ્લેમરની બાબતમાં અભિનેત્રીઓને આપે છે ટક્કર

|

Jun 03, 2022 | 4:44 PM

બોલિવૂડમાં રોશન પરિવારનું નામ ઘણું મોટું છે. તેણે ઈન્ડસ્ટ્રીને ઘણી પ્રતિભાઓ આપી છે. હૃતિક રોશનને (Hrithik roshan) કોણ નથી ઓળખતું? તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર નામ બનાવ્યું છે. તેના પિતા નિર્દેશક રાકેશ રોશન અને કાકા રાજેશ રોશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતા નામ છે.

કોણ છે પશ્મિના રોશન? સુંદરતા અને ગ્લેમરની બાબતમાં અભિનેત્રીઓને આપે છે ટક્કર
Pashmina Roshan

Follow us on

રોશન પરિવારમાંથી ઈન્ડસ્ટ્રીને વધુ એક ચહેરો મળવાનો છે. તે રાજેશ રોશનની પુત્રી પશ્મિના રોશન છે. પશ્મિના રોશન ટૂંક સમયમાં ‘ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ’થી બોલિવૂડની દુનિયામાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પશ્મિના રોશન હૃતિક રોશનના (Hrithik Roshan) કાકા રાજેશ રોશનની પુત્રી છે. ઘણી વખત હૃતિક રોશન પશ્મિના રોશન સાથેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો જોવા મળ્યો છે. પશ્મિના રોશન (Pashmina Roshan) એક્ટિંગ શીખી છે. આ માટે તેણે ખાસ તાલીમ પણ લીધી છે. પશ્મિના એક્ટિંગના મામલે ભાઈ હૃતિક રોશન પાસેથી પણ ટિપ્સ લે છે. આ સિવાય પશ્મિના રોશન થિયેટરમાં પણ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે.

રાજેશ રોશને જણાવ્યું કે એકવાર તેમની પુત્રી એક પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે તેણે પશ્મિનાને પૂછ્યું કે શું તે એક્ટિંગને પોતાનું કરિયર બનાવવા માંગે છે કે નહીં. જે બાદ પશ્મિના વિચારમાં હતી પરંતુ તે ધીરે ધીરે એક્ટિંગ તરફ આવવા લાગી. તેણે નદીરા બબ્બરના અભિનયના વર્ગો લીધા અને બેરી જોન ઈન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી. એકવાર તેણે એક અંગ્રેજી નાટક પણ કર્યું હતું જેમાં તેણે ખૂબ જ સારું પાત્ર ભજવ્યું હતું. રાજેશ રોશને કહ્યું કે આજના યુગમાં એક્ટર બનવું ઘણું મુશ્કેલ છે. તેમના મતે આજના યુગમાં એક્ટર બનવું એ પહાડ પર ચઢવા જેટલું મુશ્કેલ છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

ઇશ્ક વિશ્ક રિબાઉન્ડનું પોસ્ટર અહીં જુઓ

 

ગ્લેમરના મામલામાં પણ તે બોલિવૂડની યુવા અભિનેત્રીઓ સારા અલી ખાન, અનન્યા પાંડે અને જ્હાનવી કપૂરને ટક્કર આપતી જોવા મળે છે. હૃતિક રોશનની પિતરાઈ બહેન પશ્મિના રોશન વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘ઈશ્ક-વિશ્ક’ની રિમેકથી અભિનય ક્ષેત્રે નવી શરૂઆત કરશે. જૂની ઈશ્ક વિશ્ક ફિલ્મ કોલેજ રોમાન્સ પર હતી, જેમાં અમૃતા રાવ અને શાહિદ કપૂર જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

આ ફિલ્મ તે સમયની જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. ચાહકોને આશા છે કે પશ્મિના રોશનની ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ’ પાછલી ફિલ્મની જેમ હિટ થશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો પશ્મિના રોશન ઉપરાંત રોહિત સરાફ, જીબ્રાન ખાન અને નૈલા ગ્રેવાલ લીડ રોલમાં જોવા મળશે. રમેશ તુરાની ફિલ્મના નિર્માતા છે. બીજી તરફ, કુશળ અવિનાશ ધર્માધિકારી આ ફિલ્મનું નિર્દેશન કરશે.

Next Article