Swara Bhasker Marriage: જાણો કોણ છે ફહદ અહમદ, જેની સાથે સ્વરા ભાસ્કરે લગ્ન કર્યા

|

Feb 16, 2023 | 10:10 PM

સ્વરા ભાસ્કરે (Swara Bhasker) તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર લગ્નનો વીડિયો શેયર કર્યો છે. જેમાં તેણે પ્રેમથી લગ્ન સુધીની જર્ની બતાવી છે. આવામાં હવે બધા એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે સ્વરાએ કોની સાથે લગ્ન કર્યા છે.

Swara Bhasker Marriage: જાણો કોણ છે ફહદ અહમદ, જેની સાથે સ્વરા ભાસ્કરે લગ્ન કર્યા
Swara Bhasker - Fahad Ahmad
Image Credit source: Twitter

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે હાલમાં જ પોતાના લગ્નનો ખુલાસો કરીને બધાને હેરાન કરી દીધા છે. એક વીડિયો શેયર કરતા તેણે કહ્યું છે કે તેણે 40 દિવસ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. આવામાં હવે બધા એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે સ્વરાએ કોની સાથે લગ્ન કર્યા છે. તેના પતિ પોલિટિશિયન ફહદ અહમદ કોણ છે ? તો ચાલો જાણીએ કોણ છે ફહદ જેને સ્વરા ભાસ્કર લાંબા સમયથી ડેટ કરી રહી હતી?

તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરે આ વીડિયો તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેયર કર્યો છે. જેમાં તેણે પ્રેમથી લઈને લગ્ન સુધીની જર્ની બતાવી છે. પરંતુ આ વીડિયો જોયા બાદ જ્યાં કેટલાક લોકો હેરાન થઈ ગયા છે, ત્યારે ફેન્સ તેને સતત શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેના પતિ વિશે પૂછી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બંનેએ 6 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. સ્વરા દ્વારા શેયર કરવામાં આવેલ વીડિયોમાં કોર્ટ મેરેજ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

કોણ છે ફહદ અહમદ?

ફહદ વિશે વાત કરીએ તો તે સમાજવાદી પાર્ટીના યુવા વિંગના મહારાષ્ટ્ર અને મુંબઈના અધ્યક્ષ છે. ફેબ્રુઆરી 1992માં જન્મેલ ફહદ મૂળ ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી છે. તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એટલે કે એએમયુમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. પછી એમફીલમાં ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ કર્યું છે. અહીં તેમને રાજકારણની દુનિયામાં પણ પગ મૂક્યો. ફહદે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો : ચાર વર્ષ નાના સપાના નેતા સાથે સ્વરા ભાસ્કરે કર્યા લગ્ન, 40 દિવસ બાદ કર્યો ખુલાસો, શેયર કર્યો Video

સમાજવાદી પાર્ટીમાં ક્યારે જોડાયા?

આ પછી જુલાઈ 2022માં તે અબૂ આસીમ આઝમી અને રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં સામેલ થયો હતો. તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરનો પતિ ફહદ અહમદ જેલ જઈ ચૂક્યો છે. ફહદે તેના ઈન્સ્ટા પર આનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેની સાથે એક લાંબી નોટ પણ લખી છે. જે હાલ વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ હાલમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. હવે આવતા મહિને બંને વિધિ સાથે સાત ફેરા લેશે.

Next Article