Who Is Adipurush Hanuman: એક્ટર પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ ચર્ચામાં છે. હનુમાન જયંતિના અવસર પર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં એક્ટરનો દમદાર લુક જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણા લોકો ઓળખી શકતા નથી કે આ કલાકાર કોણ છે? જો તમે પણ આવું જ વિચારતા હોવ તો તમને જણાવી દઈએ કે આદિપુરુષના હનુમાન કોણ છે?
આદિપુરુષમાં હનુમાનનું પાત્ર ભજવી રહેલા એક્ટરનું નામ દેવદત્ત ગજાનન નાગે છે. દેવદત્ત મરાઠી ફિલ્મોનો જાણીતો એક્ટર છે. તેને ઘણી મરાઠી ફિલ્મો અને સિરિયલોમાં શાનદાર એક્ટિંગ કરી છે. દેવદત્ત ટીવી સિરિયલ ‘જય મલ્હાર’માં ભગવાન ખંડોબાના રુપમાં જોવા મળ્યો હતો. તેનો આ રોલ લોકોને ઘણો પસંદ આવ્યો હતો. તેને 2015માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે.
દેવદત્તે ઘણી હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેને ‘વીર શિવાજી’, ‘દેવ્યાની’, ‘બાજીરાવ મસ્તાની’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. 41 વર્ષના દેવદત્ત મહારાષ્ટ્રના અલીબાગનો રહેવાસી છે. કલર્સ ટીવીની ફેમસ સીરિયલ ‘વીર શિવાજી’થી તેને હિન્દી ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. દેવદત્તે હિન્દી ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે અજય દેવગનની ફિલ્મ ‘તાન્હાજી માલુસરે’ અને ‘લાગી તુઝસે લગન’માં પણ જોવા મળ્યો છે.
દેવદત્ત તેની ફિટનેસ અને બોડીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. દેવદત્તને જીમમાં પરસેવો પાડવો ગમે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 25 હજારથી વધુ ફોલોઅર્સ છે. દેવદત્ત પોતાના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરતા રહે છે. તેની ફિટનેસના કારણે તેને આદિપુરુષમાં હનુમાનનો રોલ મળ્યો.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…