Pushpa 2: ફેન્સની પૂરી થઈ રાહ, પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થયું, જુઓ Video

Pushpa 2 Trailer Out: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની (Allu Arjun) મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ધ રૂલનું ટીઝર 7 એપ્રિલ 2023ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં અલ્લુ અર્જુનનો અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે.

Pushpa 2: ફેન્સની પૂરી થઈ રાહ, પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થયું, જુઓ Video
Allu Arjun Pushpa 2
| Edited By: | Updated on: Apr 07, 2023 | 5:10 PM

Pushpa 2 Teaser Released: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ધ રૂલનું ટીઝર 7 એપ્રિલ 2023 એટલે કે આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં અલ્લુ અર્જુનનો અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે. અલ્લુ અર્જુનના બર્થડેના એક દિવસ પહેલા મેકર્સે તેના ફેન્સને એક મોટી ગિફ્ટ આપી છે. વર્ષ 2021માં આવેલી ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ફિલ્મના બીજા ભાગની ચર્ચાએ જોર પકડ્યું છે. ફેન્સ તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

8મી એપ્રિલે છે અલ્લુ અર્જુનનો બર્થડે

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો 8મી એપ્રિલે બર્થડે છે. તેના એક દિવસ પહેલા પુષ્પા 2 નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેનો ક્રેઝ હવેથી ફેન્સમાં જોવા મળી રહ્યો છે. 3 મિનિટ 14 સેકન્ડના આ ટીઝરને રિલીઝ થયાની 30 મિનિટની અંદર 4.32 લાખથી વધુ વ્યૂઝ અને 87 હજારથી વધુ લાઈક્સ મળી છે.

પુષ્પા 2 વિશે ટ્વિટર પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો ત્યારે ફિલ્મના મેકર્સે ફેન્સનું એક્સાઈટમેન્ટ વધારી દીધું છે. આ વીડિયોમાં અલ્લુ અર્જુન જોવા મળી રહ્યો છે, બતાવવામાં આવી રહ્યું છે કે પુષ્પા તિરુપતિ જેલમાંથી ભાગી ગયો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “પુષ્પા ક્યાં છે, ટૂંક સમયમાં રાહ પૂરી થશે!”

આ પણ વાંચો : સલમાન ખાનને કોણે આપી લુંગી બાંધવાની ટ્રેનિંગ? ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના સેટ પરનો BTS Video થયો વાયરલ

2021માં રિલીઝ થયો પહેલો પાર્ટ

‘પુષ્પા ધ રાઈઝે’ વર્ષ 2021માં કોવિડ પ્રતિબંધો વચ્ચે સુકુમાર દ્વારા નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ખૂબ જ ધૂમ મચાવી હતી. ફેન્સમાં આ ફિલ્મને લઈને એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મે હિન્દી વર્ઝનમાં જ 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 350 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 5:08 pm, Fri, 7 April 23