Bollywood News: આમિર ખાનના કહેવા પર રાજી થયા અમિતાભ બચ્ચન, આ કારણસર સાઈન કરી ‘ઝુંડ’

|

Mar 04, 2022 | 10:14 PM

અમિતાભ બચ્ચને કહ્યું "મને યાદ છે કે જ્યારે મેં આમિર સાથે આ અંગે ચર્ચા કરી હતી, ત્યારે તેણે મને કહ્યું હતું કે, મારે આ ફિલ્મ કરવી જોઈએ અને તમે જાણો છો કે જ્યારે આમિર કોઈ વાતનું સમર્થન કરે છે ત્યારે શું થાય છે."

Bollywood News: આમિર ખાનના કહેવા પર રાજી થયા અમિતાભ બચ્ચન, આ કારણસર સાઈન કરી ઝુંડ
Amitabh-Aamir

Follow us on

બોલિવૂડમાં આમિર ખાનને (Aamir Khan) પરફેક્શનિસ્ટ ખાન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે એક એવા અભિનેતા છે, જે તેના અસાધારણ વિકલ્પો અને સારા કન્ટેન્ટ માટે જાણીતા છે. આવી સ્થિતિમાં જો તે કોઈને કોઈ સૂચન આપે છે તો તેની વાતને ચોક્કસપણે ગંભીરતાથી લેવામાં આવે છે. હાલમાં જ કંઈક આવું જ બન્યું હતું. જ્યારે થોડા સમય પહેલા તેણે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) કેટલાક સૂચનો આપ્યા હતા અને તેઓ તેને ટાળી શક્યા ન હતા.

આમિર ખાને જ બિગ બીને ફિલ્મ ‘ઝુંડ’ (Film Jhund) માટે ભલામણ કરી ન હતી, પરંતુ તેમને તેના માટે રાજી પણ કર્યા હતા. આમિરે ફિલ્મની સ્ક્રિપ્ટ ‘ઝુંડ’ ફ્લોર (Jhund Review) પર જવાના ઘણા સમય પહેલા સાંભળી હતી અને પછી તેનાથી એટલો પ્રભાવિત થયો કે તેણે બોલિવૂડના શહેનશાહને ફિલ્મ કરવાની સીધી સલાહ આપી. વાસ્તવમાં આમિર ખાનને લાગ્યું કે આ ફિલ્મ માટે બિગ બીથી શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં.

આમિર સાથે આ અંગે કરી હતી ચર્ચા

આ અંગે અમિતાભ બચ્ચને કહ્યું “મને યાદ છે કે જ્યારે મેં આમિર સાથે આ અંગે ચર્ચા કરી હતી, ત્યારે તેણે મને કહ્યું હતું કે, મારે આ ફિલ્મ કરવી જોઈએ અને તમે જાણો છો કે જ્યારે આમિર કોઈ વાતનું સમર્થન કરે છે ત્યારે શું થાય છે.” તાજેતરમાં આમિર ખાને એક આત્માને હચમચાવી દે તેવી વાર્તાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ જોયું. જ્યાં તે પોતાની જાતને લાગણીશીલ થવાથી રોકી શક્યો નહીં અને તેની આંખોમાંથી આંસુ વહી ગયા.

આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો
સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી થાય છે આ 9 ચમત્કારિક ફાયદા
કોણ છે ઈશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડ? ખુબસુરતીમાં હિરોઈનોને પણ આપે છે ટક્કર

આવી સ્થિતિમાં એક જાણીતા પોર્ટલ પર ફિલ્મના વખાણ કરતા તેણે કહ્યું હતું કે, “આ એક અદ્ભુત ફિલ્મ છે. અકલ્પનીય છે. તે ખૂબ જ અલગ છે અને મને ખબર નથી કે તે કેવી રીતે બનાવવામાં આવી છે. હું ઉત્સાહ સાથે જાગી ગયો અને આ ફિલ્મ મને છોડશે નહીં. મારી પાસે શબ્દો નથી, કારણ કે આ એક અદ્ભુત ફિલ્મ છે. તે ઈન્ડસ્ટ્રીઝમાં અમારા 20-30 વર્ષ દરમિયાન જે શીખ્યા છે તે બધું તોડી નાખે છે.”

આમિર ખાને આગળ કહ્યું, “અમિતાભ બચ્ચને જબરદસ્ત કામ કર્યું છે. તેણે તેની કારકિર્દીમાં શ્રેષ્ઠ ફિલ્મો કરી છે, પરંતુ આ તેની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે, તેની સૌથી મોટી ફિલ્મોમાંની એક.”

આ પણ વાંચો: Amitabh Bachchan sold bungalow : અમિતાભે વેચ્યો દિલ્હીનો બંગલો ‘સોપાન’, જાણો કોણે ખરીદ્યો

આ પણ વાંચો: Laal Singh Chaddha Release Date : આમિર ખાનના ચાહકોએ જોવી પડશે થોડી વધુ રાહ, ક્રિસમસ પર નહીં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ