
કોન્સર્ટમાં કેકે (KK)ઘણા ખુશ હતા પરંતુ તેઓ વારંવાર મંચ પાછળ રાખેલા ટેબલ પાસે જઇને પાણી પી આવતા હતા. તેમજ વારંવાર રૂમાલથી પરસેવો પણ લૂછતા જોવા મળ્યા હતા. તેઓ વારંવાર બોટલમાંથી પાણી પીતા જોવા મળ્યા હતા. નજરૂલ મંચના ઘણા વીડિયોમાં જોવા મળ્યું હતું કે કેકે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેથી એ પ્રશ્ન ઉભો થાય છે કે શું લાઇવ કોન્સર્ટ (live Concert) દરમિયાન કેકેની તબિયત ઠીક નહોતી. સાથે જ કાર્યક્રમના મેનેજમેન્ટ અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. અને આ એસી બંધ હોવાના આરોપ પણ લાગ્યા હતા. જોકે કોન્સર્ટમાં શરૂઆતથી અંત સુધી કેકે ઘણા ખુશ મિજાજા દેખાઈ રહ્યા હતા પરંતુ વારંવાર તેઓ રૂમાલથી પરસેવો લૂછી રહ્યા હતા અને પાણી પી રહયા હતા.
મીડિયા રિપોર્ટના અનુસાર કેકે ગીત ગાતા હતા ત્યારે કોન્સર્ટના મંચ ઉપરથી કોઈ બોલ્યું કે ‘ખૂબ જ ગરમી છે ” આ બાબત પર KK સંમત હોય તેમ તે વ્યક્તિ સામે જોયું હતું અને પછી તેઓએ મંચ પર રહેલા લાઇટિંગ તરફ ઇશારો કરતા કહ્યું કે આ લાઇટ્સ બંધ કરી દો અને પછી તેમણે ગાવાનું શરૂ કરી દીધું.
નજરૂલ મંચ ઉપર હાજર ગુરુ નાનક ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી રોહિત સાવે જણાવ્યું હતું કે ત્યાં ખૂબ જ ભીડ હતું. કેટલાય લોકો બહાર ઉભા હતા અને ત્યાં એટલી ગરમી હતી જાણે એવું લાગતું હતું કે એસી કામ કરતા નથી.
કેકેના ગીત પહેલા શુભલક્ષ્મી ડેએ ગીત ગાયું હતું. શુભ લક્ષ્મીએ કહ્યું હતું કે કેકે પોતાનું ગીત ગાયા બાદ ગ્રીન રૂમમાં ગયા હતા અને તેમને મળવા આવનાર લોકોને સરસ રીતે મળ્યા હતા. પરંતુ ત્યારે તેઓ બીમાર નહોતા લાગતા. મંગળવારે રાત્રે કેકેના કાર્યક્રમમાં ઉમટેલી ભીડ અંગે કેટલા લોકોએ પોતાના સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી હતી. અને ફરિયાદ કરી હતી કે અહીં એસી સરખી રીતે કામ નહોતા કરતા.
દર્શકો વધારે હોય અને હાઈ પાવર લાઇટિંગ હોય ત્યારે હોલમાં ગરમી થવી એ સ્વાભાવિક છે. તો કેટલાક લોકો એવા હતા કે દરવાજા ખુલ્લા હોવાને લીધે એરકન્ડીશનરનો અનુભવ નહોતો થતો. તેઓ જ્યારે તેમનું અંતિમ ગીત ગાઇને સ્ટેજ પરથી નીકળ્યા ત્યારે કેકે પરસેવે રેબઝેબ હતા. કાર્યક્રમ સ્થળેથી તેઓ સેન્ટ્રલ કોલકાતાની હોટલમાં પરત ફરી ગયા હતા. જ્યાં તેઓ બિમાર થઈ ગયા હતા. અને પછી તેમને એકબલપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.