Wedding Bells: કપૂર પરિવાર બાદ હવે ધર્મેન્દ્રના ઘરે વાગશે શરણાઈ, હેમા માલિની કરશે નવી વહુનું સ્વાગત

દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્રના ઘરે ફરી એકવાર શરણાઈ વાગવા જઈ રહી છે. ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલે (Abhay Deol) ખૂબ જ રસપ્રદ રીતે તેમના લગ્નના સમાચારની પુષ્ટિ કરી છે.

Wedding Bells: કપૂર પરિવાર બાદ હવે ધર્મેન્દ્રના ઘરે વાગશે શરણાઈ, હેમા માલિની કરશે નવી વહુનું સ્વાગત
Abhay Deol
Image Credit source: Instagram
| Edited By: | Updated on: May 21, 2022 | 11:43 PM

Abhay Deol Wedding: સુપરસ્ટાર ધર્મેન્દ્રના (Dharmendra) ભત્રીજા અને સની દેઓલ અને બોબી દેઓલના પિતરાઈ ભાઈ અભય દેઓલના લગ્નને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર અભય દેઓલ (Abhay Deol) 46 વર્ષનો છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. ‘દેવ ડી’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દરેકના દિલમાં ખાસ જગ્યા બનાવનાર અભય દેઓલે હવે પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી છે અને ઈશારો આપ્યો છે.

અભય દેઓલે આપ્યા ગુડ ન્યુઝ

આ પહેલા પણ ઘણી વખત અભય દેઓલના લગ્ન અને અફેરને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવી ચૂક્યા છે, જો કે અભયે આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હાલમાં જ મીડિયા સાથે વાત કરતા અભય દેઓલે પોતાના લગ્ન અંગે મૌન તોડ્યું છે અને ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે. અભય દેઓલે ખુલાસો કર્યો છે કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે.

અભય દેઓલે આ વાતની કરી કન્ફર્મ

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અભિનેતા તેની આગામી ફિલ્મ ‘જંગલ ક્રાય’નું પ્રમોશન કરી રહ્યો છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન મીડિયા સાથેની વાતચીત દરમિયાન, અભિનેતાને તેની લગ્ન કરવાની ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું હતું. તેને તે રહસ્યમય મહિલા વિશે પણ પૂછવામાં આવ્યું હતું જેને તે હાલમાં ડેટ કરી રહ્યો છે. આના પર અભયે કહ્યું, “હું લગ્ન કરી રહ્યો છું.” જોકે, તેણે બાકીના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.

સિઝલિંગ ફોટો શેર કર્યા

હાલમાં જ અભય દેઓલે તેની ગર્લફ્રેન્ડ સાથેની કેટલીક ખૂબ જ સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી. તસવીરો શેર કરતાં અભય દેઓલે કેપ્શનમાં લખ્યું, “મેરી નોન-બાઈનરી ડોલ!”. ત્યારથી ફેન્સ અભય દેઓલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે અભયે પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે, ત્યારે હવે દરેકને તેના લગ્નની તારીખને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડેટિંગના સમાચાર સપ્ટેમ્બરમાં આવ્યા

સપ્ટેમ્બર 2021 માં, અભયે તેની મિત્ર શિલોહ શિવ સુલેમાન સાથે કેટલીક તસવીરો શેર કરી અને આ તસવીરોએ તેના ચાહકોને ખાતરી આપી કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે અભય દેઓલે ‘દેવ ડી’ થી લઈને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ જેવી મોટી ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા છે.