Vivek Agnihotriએ ફિલ્મફેર એવોર્ડમાં જવાની ના પાડી, કહ્યું- હંગામો મચાવવાનો મારો કોઈ હેતુ નથી

Vivek Agnihotri On Filmfare Award: બોલિવુડના બેબાક અને કટાક્ષ કરનાર ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) તેમના નવા નિવેદનને કારણે ફરી લાઈમલાઈટમાં છે. આ વખતે વિવેકે ફિલ્મફેર એવોર્ડને લઈને નિવેદન આપ્યું છે.

Vivek Agnihotriએ ફિલ્મફેર એવોર્ડમાં જવાની ના પાડી, કહ્યું- હંગામો મચાવવાનો મારો કોઈ હેતુ નથી
Vivek Agnihotri
| Edited By: | Updated on: Apr 27, 2023 | 5:13 PM

Vivek Agnihotri On Filmfare Award: ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. વિવેક અગ્નિહોત્રી બધાની સામે ખુલ્લેઆમ અને ખચકાટ વિના પોતાની વાત રજૂ કરે છે. પરંતુ ઘણી વખત આમ મુક્તપણે બોલવું તેના માટે નવી સમસ્યાઓ ઊભી કરે છે. આવામાં ફરી એકવાર તેમનું નવું નિવેદન ચર્ચામાં છે.

આ વખતે વિવેક અગ્નિહોત્રીએ એવોર્ડ ફંક્શનને લઈને કટાક્ષ કર્યો છે. તમને જણાવી દઈએ કે આજે મુંબઈમાં ફિલ્મફેર એવોર્ડ નાઈટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેને સલમાન ખાન હોસ્ટ કરવાનો છે. આવામાં વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મફેર એવોર્ડ 2023ને બોયકોટ કરવાનું મન બનાવી લીધું છે. ફિલ્મમેકરે એવોર્ડ નાઈટમાં હાજરી આપવાની સ્પષ્ટપણે ના પાડી દીધી છે.

આ પોપ્યુલર એવોર્ડ માટે વિવેકની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને બેસ્ટ ડાયરેક્શન સહિત સાત અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પરંતુ વિવેક અગ્નિહોત્રી હજુ પણ અહીં જવા માંગતા નથી. તેને હાલમાં જ એક ટ્વીટ કરીને આ વિશે વાત કરી હતી. જેમાં એક ફિલ્મોની લિસ્ટ શેર કરીને વિનમ્રતા સાથે કહ્યું છે કે તેમને ખબર પડી છે કે તેમની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મફેર એવોર્ડ્સની 7 અલગ-અલગ કેટેગરીમાં સામેલ છે. પરંતુ તે આવા સિનેમા વિરોધી એવોર્ડનો ભાગ બની શકશે નહીં.

આ પણ વાંચો : સાસુ અને વહુ વચ્ચે જોવા મળ્યો સૌથી મોટો ફરક, એક કરે છે વેલકમ તો એક ના ચહેરા પર છે ધિક્કારની લાગણી !

ફિલ્મફેર દ્વારા કરવામાં આવેલી ટ્વિટને શેર કરતી વખતે વિવેક અગ્નિહોત્રીએ બધાનું ધ્યાન એ હકીકત તરફ દોર્યું છે કે ડાયરેક્ટરના ફેસને બદલે સ્ટાર્સના ફેસને લગાવવામાં આવ્યા છે. વિવેક અગ્નિહોત્રીને આવી બાબતો બિલકુલ સારી નથી લાગતી. ફિલ્મમેકરે પહેલાથી જ તેમની પોસ્ટમાં વિનર્સને અભિનંદન આપી ચૂક્યા છે અને કહ્યું છે કે તેમનો હેતુ હંગામો મચાવવાનો ન હતો. તે તેનો ફેસ બદલવા માંગે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 5:10 pm, Thu, 27 April 23