The Kashmir Files Controversy : ફિલ્મ કશ્મીર ફાઈલ્સના વિવાદ વચ્ચે વિવેક અગ્નિહોત્રીએ કરી જાહેરાત, જાણો બીજી ફિલ્મ વિશે શું કહ્યું

The Kashmir Files Controversy : IFFI 2022થી શરૂ થયેલો વિવાદ હવે નવો મોડ લઈ રહ્યો છે. જુરી નાદવ લાપિડે નિવેદન આપ્યા પછી આ ફિલ્મને એક વધારે કોન્ટ્રોવર્સીનો સામનો કરવો પડી રહ્યો છે.

The Kashmir Files Controversy : ફિલ્મ કશ્મીર ફાઈલ્સના વિવાદ વચ્ચે વિવેક અગ્નિહોત્રીએ કરી જાહેરાત, જાણો બીજી ફિલ્મ વિશે શું કહ્યું
vivek agnihotri
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 30, 2022 | 8:59 AM

The Kashmir Files Controversy : કાશ્મીર પંડિતોનું દુ:ખ લોકો સુધી પહોંચાડનારી આ ફિલ્મ એક લખત ફરીથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ બધા વિવાદોની વચ્ચે ફિલ્મના નિર્દેશક વિવેકે એક મોટું એલાન કર્યું છે કે આ ફિલ્મની આગળની કડી ‘ધ કાશ્મીર ફાઈલ્સ-અનરિપોર્ટેડ’ પણ બનાવવામાં આવશે. આ એલાન પછી વલોકો પણ હેરાન છે.

હકિકતમાં ગોવા સ્થિત IFFI 2022ના એક ઈવેન્ટમાં જુરીમાં રહેલા ઈઝરાયલના ફિલ્મ મેકર નાદવ લાપિડે ધ કશ્મીર ફાઈલને વલ્ગર અને પ્રોપેગેંડા ફિલ્મ કહીને આ વિવાદની શરૂઆત કરી હતી. આમ આ વિવાદની ચિનગારી શરૂ થઈ હતી. જે બાદ ફરી એકવાર લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. જ્યાં એક તરફ લોકો ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. તો કેટલાક લોકો નાદવે કહેલી વાતને સમર્થન આપી રહ્યા છે.

IFFI 2022એ 28 સપ્ટેમ્બરે પુરો થયો છે. ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના છેલ્લા દિવસે જુરી નાદવ લાપિડે કહ્યું હતું કે, તેને આ ફિલ્મ જોઈને એવું લાગ્યું હતું કે આ એક વલ્ગર અને પ્રોપેગડા પર આધારિત છે. આવું નિવેદન સામે આવ્યા પછી ફિલ્મના ડાયરેક્ટર અગ્નિહોત્રી અને ફિલ્મના એક્ટર અને દિગ્ગજ કલાકારો અનુપમ ખેરનું નિવેદન સામે આવ્યું છે. અનુપમ ખેર આ બાબતે પોતાની વાત રાખતા કહ્યું કે, ભગવાન તેને સદ્બુદ્ધિ આપે.

આ આખા વિવાદની વચ્ચે અગ્નિહોત્રીના એલાને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ધ કશ્મીર ફાઈલ્સ કશ્મીરી પંડિતોના ભાગી જવા પર ફિલ્મ હતી. હવે વિવેકે ધ કશ્મીર ફાઈલ્સ-અનરિપોર્ટેડ બનાવવાની જાહેરાત કરી દીધી છે. પણ એ સાચું છે કે, આ ફિલ્મને લઈને વિવેકે વધારે જાણકારી શેર કરી નથી.