Vishal Dadlani Birthday : કોલેજના દિવસોથી જ સંગીતની દુનિયા સાથે જોડાયેલા વિશાલ દદલાનીના જન્મદિવસ પર વાંચો તેમની સાથે જોડાયેલી વાતો

|

Jun 28, 2022 | 9:06 AM

વિશાલ દદલાનીએ (Vishal Dadlani) પોતાના કરિયરની શરૂઆત 'પ્યાર મેં કભી કભી' ગીતથી કરી હતી અને આ ગીત પણ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.

Vishal Dadlani Birthday : કોલેજના દિવસોથી જ સંગીતની દુનિયા સાથે જોડાયેલા વિશાલ દદલાનીના જન્મદિવસ પર વાંચો તેમની સાથે જોડાયેલી વાતો
Vishal-Dadlani birthday

Follow us on

વિશાલ દદલાની બોલિવૂડનું (Bollywood News) જાણીતું નામ છે. વિશાલ દદલાની પ્લેબેક સિંગર તેમજ સંગીતકાર છે. વિશાલ દદલાની (Vishal Dadlani) 28 જૂન, મંગળવારે તેમનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વિશાલ દદલાનીનો જન્મ 28 જૂન, 1973ના રોજ થયો હતો. આ ખાસ અવસર પર ગાયક વિશાલ દદલાનીને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે શેખર રાજવાણી સાથે મળીને હિન્દીથી મરાઠી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. વિશાલ-શેખરની જોડી પણ બોલિવૂડમાં ઘણી ફેમસ છે. વિશાલ દદલાનીએ પોતાના કરિયરની શરૂઆત ‘પ્યાર મેં કભી કભી’ ગીતથી કરી હતી અને આ ગીત લોકોને ખૂબ પસંદ પણ આવ્યું હતું.

આ ફિલ્મથી મળી ઓળખ

સિંગર વિશાલ દદલાનીને વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘ઝંકાર બીટ’થી મોટી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની ગાયકીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કારણે તેને ન્યૂ ટેલેન્ટ હન્ટ આરડી બર્મનનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી વિશાલ દદલાનીએ કારકિર્દીની એવી ઉડાન ભરી કે તે માત્ર સફળતાના માર્ગ પર આગળ વધતો રહ્યો. તમને એ પણ જણાવી દઈએ કે શેખર સાથે વિશાલ દદલાનીએ શાહરૂખ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ ‘રા-વન’ માટે સંગીત પણ આપ્યું હતું. વિશાલે તેનો અભ્યાસ મુંબઈથી કર્યો છે. તેણે વર્ષ 1994માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેમના અભ્યાસ પછી તેઓ સંપૂર્ણપણે સંગીતની દુનિયામાં જોડાયા. તે જ વર્ષે વિશાલે ચાર લોકો સાથે પોતાનું મ્યુઝિક બેન્ડ પેન્ટાગ્રામ બનાવ્યું.

સિગારેટના કારણે કરિયર જોખમમાં

વિશાલ દદલાની એક મહાન ગાયક છે પરંતુ એક સમય એવો હતો, જ્યારે ધૂમ્રપાનને કારણે તેના અવાજમાં ફરક આવવા લાગ્યો હતો. વિશાલ દદલાનીએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે-તે એક દિવસમાં 40થી વધુ સિગારેટ પીતો હતો. જેના કારણે તેનો અવાજ સંપૂર્ણપણે બગડી ગયો હતો. આ ચક્ર 9 વર્ષ સુધી ચાલ્યું. લાંબા સમય સુધી પ્રયાસ કર્યા બાદ તે સિગારેટ છોડવામાં સફળ થયો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

વિશાલ દદલાનીએ વર્ષ 2020માં જ આ વાતનો ખુલાસો કર્યો હતો. વિશાલે પોતાના વીડિયોના કેપ્શનમાં એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે લખ્યું છે- ‘મેં ઓગસ્ટ 2019ના છેલ્લા દિવસે ધૂમ્રપાન છોડી દીધું હતું. 9 વર્ષથી હું દિવસમાં 40થી વધુ સિગારેટ પીવા અને એક વર્ષ સુધી વેપિંગ કરવા માટે ટેવાયેલો હતો, તેમજ કોન્સર્ટ અને રેકોર્ડિંગ દરમિયાન મારા ગળામાં ખરાબ રીતે નુકશાન થયા પછી… મારો અવાજ લગભગ બંધ થઈ ગયો હતો.’

વિશાલ-શેખરની છે હિટ જોડી

વિશાલનું નામ શેખર વિના અધૂરું છે. વિશાલ દદલાનીએ શેખર રવજીયાની સાથે તેની જોડી બનાવી હતી. બંનેએ બોલિવૂડને એકથી વધુ હિટ ફિલ્મો આપી. બંનેએ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ અને મરાઠી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. બંનેની મુખ્ય ફિલ્મોમાં ‘ઝંકાર બીટ્સ’, ‘દસ’, ‘બ્લફ માસ્ટર’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘બચના એ હસીનો’, ‘દોસ્તાના’, ‘અંજાના અંજાની’, ‘રા-વન’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને તેમણે ‘યુદ્ધ’ જેવી ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ફિલ્મો સિવાય વિશાલ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’ને જજ કરતો જોવા મળે છે.

Next Article