Virat Kohli : વિરાટ કોહલીના જન્મદિવસે અનુષ્કા શર્માએ કરી મજાક, ઈચ્છવા છતાં પણ હસવું નહીં રોકી શકો

Virat Kohli Birthday : ભારતીય ટીમના શાનદાર બેટ્સમેન વિરાટ કોહલી આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિરાટના જન્મદિવસના અવસર પર તેની પત્નીએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Virat Kohli : વિરાટ કોહલીના જન્મદિવસે અનુષ્કા શર્માએ કરી મજાક, ઈચ્છવા છતાં પણ હસવું નહીં રોકી શકો
Anushka and Virat Kohali
| Edited By: | Updated on: Nov 05, 2022 | 1:13 PM

ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. વિરાટ કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આજે કોહલી પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભલે આજે તેનો જન્મદિવસ છે, પરંતુ ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. દરેક લોકો પોતાના ફેવરિટ ક્રિકેટ સ્ટારને અભિનંદન આપી રહ્યા છે.

આ તમામ ફોટામાં એક વસ્તુ સરખી

આવી સ્થિતિમાં, બધાની નજર વિરાટની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની પોસ્ટ પર પણ છે. અભિનેત્રીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે, પરંતુ અનુષ્કાની આ પોસ્ટ કોઈ મજાકથી ઓછી નથી. તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખરેખર, અભિનેત્રીએ તેની પોસ્ટમાં વિરાટની કેટલીક તસવીરો શેર કરી છે. આ તમામ ફોટામાં એક વસ્તુ સરખી છે. વિરાટ કોઈ પણ તસવીરમાં પોતાનો ચહેરો બગાડ્યા વગર જોવા નથી મળતો.

જુઓ અનુષ્કાની પોસ્ટ

આ પોસ્ટ પર ઘણા લોકોએ કરી કોમેન્ટ

એક્ટ્રેસે પોતાની ફની રિએક્શનની તસવીરો શેર કરીને બધાનું ધ્યાન પોતાની પોસ્ટ તરફ ખેંચ્યું છે. આ તસવીરો શેર કરતાં અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘માય લવ, આજ તુમ્હારા બર્થડે હૈ, મૈંને ઈસ પોસ્ટ કે લિયે તુમ્હારે બેસ્ટ એંગલ ઔર ફોટો કો પસંદ કિયા હૈ.’ જો જોવામાં આવે તો અભિનેત્રીનું કેપ્શન તેની પોસ્ટ સાથે એકદમ ફિટ બેસે છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે.

વિરાટ કોહલીએ પત્નીનું કેપ્શન વાંચીને હાસ્યની અને હાર્ટ ઈમોજી શેર કરી છે. તમને જણાવી દઈએ કે, આ જોડી વિરાટના જન્મદિવસના અવસર પર સાથે નથી. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલ તે કોલકાતામાં છે. આ ફિલ્મમાં અનુષ્કા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની વાર્તા બતાવતી જોવા મળશે.